સંજય વાઘેલા,અમદાવાદ: અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા દ્વારા એક લેટર પેડ સામે આવ્યો છે. જેમાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખને હોદા પરથી નિષ્કર્ષિત કરવામાં આવ્યા છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. તો બજી તરફ કોળી સમાજમાં આ લેટલને કારણે વિવાદ સર્જાય શકે છે.
ચંદ્રવદન પીઠાવાલાનું શું કેવુ છે
આ સમગ્ર મામલે dustakk.com દ્વારા ચંદ્રવદન પીઠાવાલાનો સંપર્ક સાધવામાં આવતા. તેમણે જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જુન મહિનામાં પુર્ણ થઈ ગયો છે. તેથી તેમને કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી. હજી સુધી મને કોઈ લેટર મળ્યો નથી. લેટર પેડનો દુર ઉપયોગ થયો છે કે નહીં તે તેઓએ સાબીત કરવાનું છે.
શું લખ્યું છે આ લેટરમાં
અખિલ ભારતીય કોળી સમાજ(રજિ.), નવી દિલ્લી સંસ્થા સામાજીક સંસ્થા છે, આ સંસ્થા કોળી સમાજના વિકાસ અને પ્રશ્નો અંગે તેમજ ભારતભરમાં વસ્તા કોળી સમાજ માટે સામાજિક રીતે ઉત્થાનનું કાર્ય કરે છે.
આ સંસ્થા કોઈ પણ રાજકીય પ્રવૃતિમાં કયારેય પોતાનો મત કે અભિપ્રાય આપતી નથી કે સંસ્થાના મુખ્ય તમામ હોદેદારો પણ કયારેય કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંગઠનના નામે લેટર પેડ ઉપર પોતાનો અભિપ્રાય કે મત આપતા નથી તેમજ સંસ્થાના બંધારણ મુજબ રાજકિય બાબતોથી પર રહી આ સંસ્થાએ કાર્ય કરવાનું હોય છે.
પરંતુ આપશ્રીએ લેટર પેડનો દુરૂપયોગ કરી રાજકીય બાબતમાં લેટર પેડનો ઉપયોગ કરેલ છે, જે અનુસંધાને આપને તા. ૪.૧.૨૦૧૧ ના રોજ નોટીસ આપવામાં આવેલ અને તેનો રજુ કરવા જણાવવામાં આવેલ પરંતુ આપના તરફથી તે અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવેલ નથી જેને ધ્યાને લઈ આપને અખિલ ભારતીય કોળી સમાજ (રજિ.), નવી દિલ્લીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેના હોદા પરથી નિષ્કર્ષિત કરવામાં આવે છે.

