બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની 89મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)મા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વધુ બે ટીમોને સમાવેશ કરવાની મંજૂરી આપી દીધી છે. જેમાં 2022થી ગુજરાતની ટીમ પણ IPLમાં રમશે. આ સાથે IPLના પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાને BCCI ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
IPLની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઘણા કોર્પોરેટ ગૃહો નવી આઈપીએલ ટીમો માટે બોલી લગાવવા ઉત્સુક હતા. જ્યારે 2021 આવૃત્તિ હાલની 8 ટીમો સાથે રમવામાં આવશે.
IPL2020ના ચાહકો માટે મોટા સમાચાર છે. હવે IPL વધુ 2 નવી ટીમો જોવા મળશે. બીસીસીઆઈએ અમદાવાદમાં યોજાયેલી એન્યુઅલ જનરલ મીટિંગમાં વધુ 2 નવી ટીમોને મંજૂરી આપી છે, જેમાં ગુજરાતની ટીમનો પણ IPLમાં સમાવશ કરવામાં આવ્યો છે. ગુજરાતની ટીમ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે. BCCIએ નિર્ણય લીધો છે કે વર્ષ 2022થી આઈપીએલ 10 ટીમોની ટૂર્નામેન્ટ બનશે. આઈપીએલમાં હાલમાં 8 ટીમો ભાગ લે છે. સૌ પ્રથમ, એવી અટકળો હતી કે આઇપીએલ 2021 થી ફક્ત 2 ટીમો જ વધારી શકાય છે, પરંતુ આ વર્ષે મેગા ઓક્શન પણ થઈ રહી છે, જેના કારણે 2022 થી 10 ટીમો દ્વારા મેચ રમાશે.
IPLની 2 નવી ટીમોનો માલિક કોણ હશે તે પ્રશ્ન દરેક માટે એકદમ રસપ્રદ છે. માહિતી અનુસાર અદાણી ગ્રુપ અને સંજીવ ગોયનકા આઈપીએલ ટીમને ખરીદવાની રેસમાં આગળ રહેશે. IPLમાં એક ટીમ અમદાવાદની હોઈ શકે છે, જેને અદાણી ગ્રૂપે પહેલેથી જ ખરીદવાનો ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ બની ગયું છે.
