છોટાઉદેપુર: સંખેડાના કંડેવારનું તળાવ ફાટ્યું છે. આ તળાવ ફાટતા જ તેનું પાણી ગામમાં ઘૂસ્યા ગયું હતું. નીચાણ વાળા ખેતરો અને મકાનોમાં પાણી ઘૂસતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કેનલ માંથી બકનળી દ્વારા તળાવમાં પાણી લેતા તળાવ ઓવર ફ્લો થતા ફાટ્યું હતું અને તેનો એક વીડિયો સામે આવ્યો છે.
