દાહોદમાં GST વિભાગની ટીમના દરોડા,નામાંકિત દુકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

દાહોદ: શહેરમાં GST વિભાગ દ્વારા આવેલી શહેરની નામાંકિત દૂકાનોમાં દરોડા પાડવામા આવ્યા છે. જેને લઇને ફફડાટ વ્યાપી ગયો છે. શહેરની જાણીતી સ્વીટની દુકાનો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

દાહોદ શહેરમા જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામા આવતા વેપારીઓમા ભારે દોડધામ મચી ગઈ હતી.સુત્રો પાસેથી મળેલી માહીતી અનુસાર સાત થી આઠ જગ્યાઓ ઉપર દરોડા પાડવામા આવ્યા હતા.

દાહોદની નામાંકિત દુકાનો ઉપર દરોડા પાડવામા આવ્યા હતા.જેમા દાહોદની જાણીતી સ્વિટસની દુકાનો ,દેલસર રોડ ઉપર આવેલી નમકીનની દૂકાન નો સમાવેશ થાય છે.દરોડામા કરોડોની કરચોરી બહાર આવવાની શક્યતા છે.8 જેટલા સ્થળે સર્ચ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap