ભારતીય ક્રિકેટ ટીમે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી ચાર મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. મંગળવારે મેચના ચોથા દિવસે મેજબાન ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 200 રન પર સમેટાઈ ગયું હતું, બાદમાં ભારતને જીતવા માટે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 2 વિકેટ ગુમાવ્યા બાદ 15.5 ઓવરમાં જીત મેળવી લીધો હતી.
ભારતે માટે પોતાના પ્રથમ ટેસ્ટ રમીરહેલા શુભમન ગિલે નાબાદ 35 રન બનાવ્યા,કેપ્ટન અજિક્ય રહાણે 27 રન બનાવ્યા હતા.મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્ચવ પુજારા (3) વિકેટ ગુમાવી હતી. ગિલે 36 બોલમાં સાચ ચોંગા ફટકાર્યા હતા. જ્યારે રહાણેએ 40 બોલમાં ત્રણ ચોંગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં ભારતે 8 વિકેટથી હરાવીને સીરિઝમાં લીડ મેળવી હતી.
આ પહેલા ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શનના આધારે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 200 રન પર સમેટાઈ ગઈ હતી.મેજબાન ટીમે ચોથા દિવસે 37.1 ઓવરનો સામનો કરીને 67 રન બનાવ્યા હતા.મેજબાન ટીમે ત્રીજા દિવસે સ્ટમ્પ્સ પર છ વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગના આધારે ભારતે 131 રનની લીડ લીધી હતી, આવી સ્થિતિમાં મેજબાનને સ્ટમ્પ સુધી બે રનની લીડ મળી ગઈ હતી. કેમેરોન ગ્રીન 17 અને પેટ કમિન્સ ત્રીજા દિવસે સ્ટમ્પ્સ દ્વારા 15 રને અણનમ પરત ફર્યા હતા.
