આ રાશિના કાર્યક્ષેત્રમાં મોટી તક, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

  • આજ નુ રાશી ભવિષ્ય

મેષ – આજે સારો દિવસ છે. આજે તમે તે બાબતોને મહત્વ આપો છો જે તમને ખરેખર મહત્વની છે. તમારા પરિવાર અને કાર્ય વચ્ચે સંતુલન રાખવું પડશે.
વૃષભ – કાર્યસ્થળ પર વાતાવરણ સુખદ રહેશે. મહેનત કરીને કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે. પ્રિયપાત્ર ને કોઈ ઉપહાર આપી શકો છો.
મિથુન – આજે તમને નવી ઓળખ મળવા જઇ રહી છે. તમે આજે જે સ્થાન પર છો તે તમારી સારી વિચારસરણીને કારણે છે. વધુ સફળતા મેળવવા માટે તમારા પ્રયત્નો ચાલુ રાખો

કર્ક – કામ માટે દોડવું તમને તણાવ કરી શકે છે. ધંધામાં જરૂરી કામ પૂરા કરવામાં થોડી મુશ્કેલી રહેશે. બાળકોને આજે ઠપકો મળે
સિંહ – આજે દિવસ અનુકૂળ રહેશે. કોઈ ભાગીદારીને આખરી ઓપ આપી શકાય , આજે રચનાત્મક કાર્ય થઈ શકે છે.
કન્યા – આજે તમારા કાર્યક્ષેત્રમાં મોટી તક આવશે, વધારે વિલંબને લીધે, તમે આ લાભની તક ગુમાવી શકો છો. જીવનસાથી સાથે ચાલતી તકલીફનો આજે અંત આવશે.

તુલા – આજે સામાન્ય રહેશે. , સકારાત્મક વિચારસરણીનો આશરો લો , આજે કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો.
વૃશ્ચિક – આર્થિક બાજુ સારી રહેશે. બેરોજગાર લોકોને આજે રોજગારની તક મળશે. સ્વાસ્થ્યને માટે બહારની વસ્તુઓ ખાવાનું ટાળો.
ધનુ – આજે લાભકારક દિવસ છે. આર્થિક યોજનાઓમાં રોકાણ લાભકારક રહેશે. સંબંધોમાં બિનજરૂરી તણાવ થઈ શકે છે.

મકર – આજે તમારી હિંમત માં વધારો થઇ શકે છે. કાર્ય ક્ષેત્રમાં ઉપરી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે. ટે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરો
કુંભ – આ દિવસ મધ્યમ રહેશે. જે જવાબદારી તમને આપવામાં આવી છે તે સ્વીકારો. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.
મીન – આજે દિવસ સામાન્ય રહેશે. તણાવ એ માનસિક સમસ્યાઓ આપી શકે છે, પોતાની આવડત પર મુસ્તાક રહેવું

  • આજ નું પંચાંગ

તારીખ : ૧૦ – ૦૬ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – ગુરુ વાર ,
તિથી – વૈશાખ વદ અમાસ
નક્ષત્ર – રોહિણી
યોગ – ધૃતિ
કરણ – નાગ
આજ ની રાશિ – વૃષભ (બ, વ, ઉ )
દિન વિશેષ – દર્શ અમાસ, શનૈશ્વર જયંતી , કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ ( ભારત માં દેખાશે નહિ )

શનિ જયંતી માં સંકટ – પીડા મુક્તિ માટેનો વિશેષ ઉપાય :
આજે સંધ્યા કાળે ઘર ની પશ્ચિમ દિશા માં એક કાળું કપડું પાથરી તેના પર સરસીયા નો દીવો કરવો અને પૂજા સ્થાન માં બીજો દીવો કરવો અને ત્યાં બેસી ને શનિ મંત્ર- ૐ શં શનિશ્ચરાય નમઃ ની ૧૧ માળા કરવી તેમજ શનિ સ્તોત્ર ના ૧૧ પાઠ કરવા. અને પ્રાર્થના કરવી કે હે શનિ દેવ મારા બધા સંકટ- પીડા માંથી મને મુક્ત કરો અને જીવન માં સુખ અને સફળતા પ્રદાન કરો. ( સરસીયું ન હોય તો અન્ય તેલ વાપરી શકાય )

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap