ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશ વિધિ વિરૂદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિબંધ વટહુકમ 2020ને મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલની મંજૂરી બાદ ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સચિવ, અતુલ શ્રીવાસ્તવએ શનિવારે ઉત્તર પ્રદેશ વટહુકમ 2020 વિધિ વિરૂદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિબંધની જાહેરનામું બહાર પાડ્યું હતું.
આ કાયદો એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિએ મરજીથી ધર્મ પરિવર્તન કરવું હોય તો તેણે બે મહિના અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી પડશે. આ વિશેના તમામ પુરાવા અને માહિતી વહીવટની પાસે જશે, પછી ભલે તમે તમારી ઇચ્છા પ્રમાણે કરો. એટલે કે, વહીવટની પરવાનગી વિના, કોઈ પણ તેના ધર્મમાં ફેરફાર કરી શકશે નહીં અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેને સજા આપવામાં આવશે. આવા કેસમાં 6 મહિનાથી 3 વર્ષ સુધીની સજા અને 10,000 રૂપિયા દંડની જોગવાઈ રહેશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ગત મંગળવારે કેબિનેટની બેઠકમાં આ વટહુકમને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં લગ્ન માટે છેતરપિંડી, કપટ, પ્રલોભન અથવા બળજબરી ધર્મ પરિવર્તન માટે જોર માટે વધુમાં વધુ 10 વર્ષ કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આમાં એક નિયમ એવો પણ છે કે, બે મહિના પહેલા માહિતી આપવાની સાથે, કોઈએ જાહેર કરવું જોઈએ કે તે ધર્મ પરિવર્તન કરવા માંગે છે. આ સિવાય તમારે અધિકારીની સમક્ષ જવું પડશે અને નિવેદન આપવું પડશે કે તમે ધર્મ પરિવર્તન કરવા માંગો છો. તેણે જાહેર કરવું પડશે કે તે કોઈ પણ લોભ અને ગેરમાર્ગે દોર્યા વગર ધર્મ પરિવર્તિત થઈ રહી છે.
