નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)એ WhatsApp જેવું જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ‘સંદેશ (Sandes)’ લોન્ચ કર્યું છે. WhatsAppની જેમ Sandesમાં પણ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઈડી દ્વારા કોઈપણ સાથે મેસેજિંગ કરી શકાય છે. કેન્દ્ર સરકારે આ એપને સ્વદેશી એપના ઉદ્દેશ્યથી લોંચ કરી છે. પહેલા આ એપને બધા જ સરકારી કર્મચારીઓ માટે શરૂ કરાઈ હતી, પરંતુ હવે તે તમામ લોકો માટે શરૂ કરવામાં આવી છે.
Sandesનું ઇન્ટરફેસ અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જેવું જ છે. બે પ્લેટફોર્મની વચ્ચે ચેટ હિસ્ટ્રીનું ટ્રાન્સફર કરી શકાતું નથી,પરંતુ બધી ચેટ્સનો ઇમેઇલ પર બેક અપ લઈ શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે, યુઝર્સને એક માન્ય મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID દ્વારા Sandesપર તેમનું એકાઉન્ટ બનાવી શકે છે. આના પર તમે WhatsApp જેવા ગ્રુપ બનાવી શકો છો. તમે મેસેજ બ્રોડકાસ્ટ કરી શકો છો, મેસેજને ફોરવર્ડ કરી શકો છો અને ઇમોજીસ મોકલી શકો છો.
સેફ્ટી અને પ્રાઈવેસી કારણે શરૂ થઈ Sandes
પાછલા વર્ષે 2020માં કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લગાવી દીધું હતું. લોકડાઉનને કારણે, મોટાભાગના કર્મીઓને ઘરેથી (વર્ક ફ્રોમ હોમ) કામ કરવું પડતું હતું. આવી સ્થિતિમાં કર્મીઓની વચ્ચે કમ્યુનિકેશનને સુરક્ષિત પ્લેટફોર્મ બનાવવાની જરૂર હતી.
સિક્યોરિટીના પ્રશ્નોને કારણે એપ્રિલ 2020માં કેન્દ્રિય ગૃહમંત્રાલયે તમામ સરકારી કર્મચારીઓને સલાહ આપી હતી. આ હેઠળ સરકારી કર્મચારીઓને ઓફિશિયલ કમ્યુનિકેશન માટે Zoom જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. મંત્રાલયે સલામતી અને ગોપનીયતાને લગતી ચિંતાઓ પર Zoom અગેસ્ટ એડવાઇઝરીના આધારે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (Cert-In)દ્વારા એડવાયજરી જારી કરી હતી.
ઓગસ્ટ 2020 માં પ્રથમ વર્જન રજૂ કરાયું
અધિકારીઓના મતે સરકારી કર્મચારીઓ માટે સિક્યોર કમ્યુનિકેશન નેટવર્ક પર છેલ્લા ચાર વર્ષથી કામ ચાલી રહ્યું છે. જો કે, પાછલા વર્ષ 2020માં તેના પર કામ ઝડપથી વધી ગયું. ઓગસ્ટ 2020 માં એનઆઈસીએ ‘સંદેશ’ એપનું પ્રથમ વર્જન લોન્ચ કર્યું, જેનો કેન્દ્ર અને રાજ્ય કક્ષાના બધા સરકારી કર્મચારીઓ તેમની સંસ્થા અને અન્ય સંગઠનો વચ્ચે વાતચીત માટે ઉપયોગ કરી શકે. આ એપને પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને આઇઓએસ યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.
કોન્ફિડેન્શિયલ મેસેજ મોકલવાની સુવિધા
સંદેશમાં એક અતિરિક્ત સુરક્ષા સુવિધા ઉમેરવામાં આવી છે. આમાં, યુઝર્સ મેસેજને કોન્ફિડેન્શિયલ તરીકે માર્ક કરી શકે છે. આ સંદેશ પ્રાપ્ત કરનારા યુઝર્સને જણાવશે કે પ્રાપ્ત મેસેજ કોઈ બીજા સાથે શેર કરવાનો નથી. જોકે, આ એપની એક લિમિટેશન છે કે આમાં, યુઝર્સ તેમનો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી બદલી શકતા નથી. નંબર અથવા ઇમેઇલ આઈડી બદલવા માટે, યુઝર્સે પોતાને નવા યુઝર્સ તરીકે રજિસ્ટર્ડ કરાવવું પડશે.
