ખેડૂતોને તેના પાકનો દોઢ ગણું MSP(ન્યુનતમ સર્મથન મુલ્ય) આપવાના દાવા કરનારી મોદી સરકાર વારંવાર કહી રહી છે કે, MSP પર પાકની ખરીદી પૂર્વવત રહેશે અને બધા આ મામલે સરકારનું વલણ યથાવત રહેશે.
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે, MSPના મામલે સરકાર ખેડૂતોને આશ્વાસન આપવા તૈયાર છે. કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રે વધુ ધ્યાન આપતા કેન્દ્ર સરકાર તેમાં સુધાર કરીને ખેડૂતોના જીવનમાં બદલાવ લાવવાના ઈરાદે નવા કૃષિ કાયદા લાગુ કર્યા છે.
આ ત્રણ કાયદાઓથી સંસદથી શરૂ થયેલો વિરોધ હવે રસ્તાઓ પર છે અને 26 નવેમ્બરથી દિલ્હીની બોર્ડર પર ખેડૂત સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત સંહઠનોના નેતા ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની સાથે MSPની ગેરન્ટીની માંગ કરી રહ્યા છે અને તેના માટે નવો કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોને એવુ લાગી રહ્યું છે કે, નવા કાયદાઓ બાદ MSPપક ખરીદી બંધ થઈ જશે.
કેન્દ્રીય મંત્રી ખેડૂતોની આ આશંકાને નિરાધાર ગણાવી રહ્યા છે અને તેમનું કહેવુ છે કે, MSP પર ખરીદી પૂર્વવત રહેશે. કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે સરકાર MSPના મામલે પર ખેડૂતોને આશ્વાસન આપવાની તૈયારીમાં છે. જોકે આ મામલે નવા કોઈ કાયદાઓ લાવવા પર તેમને પુછવા પર તેમણે કહ્યું કે,જો વ્યાવહારિક નથી તેના પર ચર્ચા ન થવી જોઈએ, એક્સપર્ટની પણ એવુ જ કંઈક કહેવુ છે કે, ખેડૂતોના MSPની ગેરન્ટી આપવા અને પ્રાઈવેટ ટેડર્સન માટે MSPના નીચા ભાવ પર ખરીદી પર પાબંધી લગાવવી તે યોગ્ય નથી.
દેશના ખેડૂતો તેના પાકને વ્યાજબી અને ઊંચી કિંમતો આપવાના ઈરાદે કેન્દ્ર સરકાર દર વર્ષે કૃષિ ખર્ચ (CACP) અને મુલ્ય આયોગની સિફારિશ પર 23 પાકને ન્યુનતમ સમર્થન મુલ્ય (MSP)ની જાહેરા કરી છે. સાથે અનાજ, તેલીબિયાં અને કઠોળ સહિત કેટલાક અન્ય પાકને સરકાર MSP પર ખરીદે છે. CACPના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જો કોઈ યોગ્ય હોય તો પહેલાથી જ આ રીતે કાયદો બનાવી દેવામાં આવ્યો હોય. તેમણે કહ્યું કે,હવે વિચારવાની વાત છે કે,MSPના ગેરન્ટી કાયદો શું કામ નથી બન્યો.
કૃષિ અર્થશાસ્ત્રી વિજય સરદાનાનું કહેવુ છે કે, જો પ્રાઈવેટ સેક્ટર માટે MSP પર ખરીદીની છુટ આપવામાં આવશે. દેશમાં કૃષિ ઉપજની કિંમત આંતરાષ્ટ્રીય બજારોની સરખાણીએ ઉચ હોવા પર ખાનગી વ્યાપારી ઘરેલુ બજારથી ખરીદી કરવાની જગ્યાએ આયાત શરૂ કરી દેશે. એવામાં સરકારે ખેડૂતોના બધો પાક ખરીદવો પડશે. તેમણે કહ્યું કે, આંકલનના આધાર પર જણાવાયું છે કે, હાલના MSP પર જો સરકાર ખેડૂતોનો બધો પાક ખરીદે તો તેના માટે સરકારને 17 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
કેન્દ્ર સરકારના અધિકારીનું કહેવું છે કે, ખેડૂતો પાસેથી MSP પર હવે પહેલાની સરખાણીએ વધુ પાકની ખરીદી થઈ રહી છે. તેના માટે ખેડૂતોને MSP ખતમ થવાને લઈને આશંકા ન રાખવી જોઈએ. એક વરિષ્ટ અધિકારીનું કહેવુ છે કે, MSP પર કાયદો બનાવવાથી કેટલાક વ્યાવહારિક પરિસ્થીતીએ ઉભી થઈ સકે છે. આ જ કારણ છે કે સરકાર એમએસપી પર નવો કાયદો લાવવાને બદલે માત્ર આશ્વાસનની વાતો કરી રહ્યા છે.
ચાલુ વર્ષે રવિ સીઝન દરમિયાન સરકારે ખેડૂતો પાસેથી રેકોર્ડ 389.92 લાખ ઘઉંની ખરીદી કરી છે અને ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 350 લાખ ટનથી વધુ ઘઉંની ખરીદી કરવામાં આવી છે. તેમાંથી લગભગ 203 લાખ ટન ડાંગર પંજાબમાંથી ખરીદ્યો છે. ભારતીય ખાદ્ય નિગમ અને રાજ્ય એજન્સીઓએ ચાલુ ખરીફ સીઝનમાં 738 લાખ ટન ડાંગર ખરીદવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.
