બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળ્યા બાદ હવે ભારત સરકારે જાન્યુઆરી સુધી કોરોના ગાઈડલાઈનનો વધારી દેવામાં આવી છે. બધા રાજ્યોમાં આ આદેશ આપવામાં આવ્યો છે કે, તેના માટે બધાએ તમામે તકેદારી રાખવી જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી આના માટે નવા આદેશ જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકાર અનુસાર, કોરોના સંબંધી તમામ ગાઈડલાઈનનું પાલન 31 જાન્યુઆરી સુધી કરવામાં આવશે.મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે,”જ્યારે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અને તેના પર કાબુ મેળવવા માટે આપણ ખુબજ સકેદારી રાખવી જરૂરી છે. તેના ધ્યાનમાં રાખીને દુનિયાભરમાં કોરોના કેસ વધી રહ્યા છે અને યુકેમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવો મળ્યો છે.”
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે,કોરોનાના નવા સ્ટ્રેન અંગે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. એટલા માટે કન્ટેનમેન્ટ ઝોનમાં જારી કરાઈ ગાઇડલાઇનનું કડક પાલન કરવું જોઈએ.
તમને જણાવી દઇએ કે,આ પહેલા પણ સરકારે કોરોનાની અગાઉના ગાઈડલાઈન 31 ડિસેમ્બર સુધી લંબાવાની જાહેરાત કરી હતી. આ ગાઈડલાઈન કન્ટેન્ટ ઝોન અને કોરોના અંગે લેવામાં આવતી સાવચેતીઓ વિશે છે. નવા સ્ટ્રેન આગમન બાદ સરકાર વધુ સજાગ થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે જ સમયે, કેટલાક રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે.
