નર્મદા: નર્મદાનો ભાદરવા મેળો આ પૂનમે નહિ યોજવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટરે મેળો બંધ રાખવા કર્યો હુકમ કર્યો છે. કાર્તિકી પૂનમે ભાદરવા દેવાનો ભવ્ય મેળો ભરાય છે.
આ મેળામાં ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ માંથી 4 લાખથી વધુ ભક્તો આવે છે. મેળામાં ગામેગામથી પગપાળા સંઘ લઈને પણ લાખો ભક્તો આવે છે. મેળામાં કોઈ દુકાન કે ચકડોળ નહિ લાગે ભીડ પણ ભેગી થવા દિવસે નહીં. મેળાને રદ કર્યા હોવાની નોટિસો ગામેગામ તલાટી સરપંચો દ્વારા મારવામાં આવી આવી છે.
