કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, CAAના નિયમો થઈ રહ્યાં છે તૈયાર, જાણો ક્યારે લાગુ થશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદાને લગતા નિયમો લાગુ કરવા ઓછામાં ઓછા 9 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. કોંગ્રેસના લોકસભાના સાંસદ વી.કે. શ્રીકાંડનના સંસદના પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ અથવા CAA 10 જાન્યુઆરી 2020 થી લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે, “અધીનસ્થા વિધાન, લોકસભા અને રાજ્યસભાની સમિતિઓએ નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 હેઠળ આ નિયમોને લાગુ કરવા અનુક્રમે 9 એપ્રિલ અને 9 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.”

સાંસદ શ્રીકંદને પૂછ્યું હતું કે, “શું એ તથ્ય છે કે, સરકાર નાગરિકતા (સુધારા) અધિનિયમ ખૂબ જલ્દીથી લાગુ કરવા અંગે વિચારણા કરી રહી છે અને સીએએ હેઠળના નિયમો હજી તૈયાર કરવામાં આવી રહ્યાં છે કે કેમ.”

સરકારે ગૃહ બાબતો અંગેની સંસદીય સ્થાયી સમિતિને જણાવ્યું કે, તેણે આખા દેશ માટે રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (NRC) લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

CAA બિલ પસાર થતાં દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થયો. આ કાયદામાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુઓ, શીખ, જૈનો, પારસીઓ, બૌદ્ધ અથવા ખ્રિસ્તી એવા ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપવાની સુવિધા આપવામાં આવી છે અને જેઓ, 2014માં પડોશી દેશોમાં ધાર્મિક દમનનો સામનો કર્યા બાદ ભારતમાં પ્રવેશ્યા હતાં.

સીએએનો વિરોધ કરનારા લોકોનું માનવું છે કે કાયદો ધર્મના આધારે ભેદભાવ રાખે છે અને બંધારણનું ઉલ્લંઘન કરે છે. વિરોધીઓએ એમ પણ આરોપ લગાવ્યો કે,સીએએ અને એનઆરસી ભારતના મુસ્લિમોને નિશાન બનાવવા માટે છે.

ભાજપના નેતાઓ જેપી નડ્ડા અને કૈલાસ વિજયવર્ગીયાએ વારંવાર કહ્યું હતું કે, કેન્દ્ર શાસક તૃણમૂલ કોંગ્રેસ વિરોધ કરે તો પણ પશ્ચિમ બંગાળમાં સીએએ લાગુ કરશે. સીએએ 2019 ના પસાર થતાં દેશભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. દિલ્હીનો શાહીન બાગ સીએએ વિરોધી વિરોધનું કેન્દ્ર બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap