ગુગલનું સર્વર ડાઉન થતા તેમની અનેક સેવાઓ ખોરવાઇ ગઈ છે. ટેકનિકલ ખામી કારણે જીમેઈલ,ગુગલ ડ્રાઇવ, યુટ્યુબ, ગુગલ પે અને ગુગલ સર્ચને લઈ યુઝર્સ માટે સેવા ખોરવાઈ જતા યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાંજે 5:20 વાગે ગુગલની જીમેઈલ સેવા અને હેંગહાઉટ સહિત અનેક સેવાઓ પર એરર પેજ દેખાવા લાગ્યુ છે. યુટ્યુબ પર પણ આ જ સ્થિતિ સામે આવી છે.
