Googleના કર્મચારીઓએ બનાવ્યું યુનિયન, મેનેજમેન્ટ સાથે વધશે તણાવ !

Google જેવી દિગ્ગજ કંપનીમાં પહેલીવાર કર્મચારીઓનું એક યુનિયન બનાવવામાં આવ્યું છે. ન્યુ યોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ગૂગલના આ યુનિયનમાં 225 થી વધુ કર્મચારીઓ છે. ગૂગલમાં યુનિયનની રચના ખૂબ જ અલગ છે. ટેક ઈન્ડસ્ટ્રી માટે આ નવી પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પગાર અંગે ગુગલ કર્મચારીઓની સમસ્યાઓ, ઉત્પીડન અને નૈતિકતા જેવી વધતી માંગ બાદ આ યુનિયન ટોપ નેતૃત્વવાળા કર્મચારીઓનું તણાવ વધુ વધારવાનું કામ કરી શકે છે.

Googleની પેરેન્ટ કંપની આલ્ફાબેટ છે અને હવે આ યુનિયનનું નામ ‘આલ્ફાબેટ વર્કર્સ યુનિયન’ છે. આ યુનિયન પણ ગયા મહિને જ તેના નેતાની પસંદગી કરી હતી. આ યુનિયન અમેરિકાના કમ્યુનિકેશન વર્કર્સ સાથે જોડાયેલો છે. જે અમેરિકા અને કેનેડામાં ટેલિકમ્યુનિકેશન્સ અને મીડિયા સાથે સંકળાયેલા કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

જોકે, આ પરંપરિક યુનિયનની જેમ નથી. જેમાં એવી માંગ કરવામાં આવી છે કે કંપની કોઈ કોન્ટ્રેક્ટ માટે ડિલ કરવા વાતચીત માટે ટેબલ પર આવે. આલ્ફાબેટ વર્કર્સ યુનિયન એક ‘અલ્પસંખ્યક’ યુનિયન છે, જે 2 લાખ 60 હજારથી વધુ ફુલ ટાઈમ અને કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓનો નાનો ભાગ રજૂ કરે છે. કર્મચારીઓનું કહેવું છે કે તેનો મુખ્ય હેતુ કોક્ટ્રેક્ટની વાતચીત કરવાનો નથી, પરંતુ ગુગલ પર એક્ટીવિઝમને સ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે.

યુનિયન મેનેજમેન્ટ પર દબાણ લાવવાનું તે એક ટૂલની જેમ છે, જેથી ઓફિસમાં કામ કરતી વખતે સમસ્યાઓ હલ થઈ શકે. આવી ઘણી સમસ્યાઓ છે, જેનો જવાબ આ યુનિયન છે. શું લોકોને યોગ્ય પગાર મળી રહ્યો છે? આવા પ્રશ્નોના અવકાશથી આગળ વધવું અને તેમના જવાબો લેવાનું યુનિયનનું કામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap