ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર, સ્ટેડિયમમાં આટલા દર્શકોને અપાશે પ્રવેશ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પહેલા ભારતના ક્રિકેટ બોર્ડના કન્ટ્રોલ બોર્ડે સારા સમાચાર આપ્યા છે. ચેન્નાઇમાં રમાયેલી આ મેચને જોવા માટે 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટેની પરમિશન આપી છે. ટિકિટના વેચાણ અંગેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ સીરીઝમાં બંને ટીમો વચ્ચેની ટક્કર જોવા માટે વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજો અને ક્રિકેટ પ્રેમીઓ આતુર છે. સોમવારે બીસીસીઆઈએ ચેન્નાઇમાં રમાનારી બીજી મેચ માટે દર્શકોને લીલી ઝંડી આપી હતી.

બંને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી રમાવાની છે. ચેન્નાઈને ચાર મેચની સીરીઝની પ્રથમ બે મેચની હોસ્ટિંગની જવાબદારી સોંપવામાં આવી છે. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ માટે બંને ટીમો જોરદાર તૈયારી કરી રહી છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સચિન આર એસ રામાસ્વામીએ માહિતી આપી છે કે, બીજી ટેસ્ટમાં 50 ટકા દર્શકોની ક્ષમતા સ્ટેડિયમમાં હાજર રહેશે.

ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટ – 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી (ચેન્નઈ)
બીજી ટેસ્ટ – 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી (ચેન્નાઈ)
ત્રીજી ટેસ્ટ – 24 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી (અમદાવાદ)
ચોથી ટેસ્ટ – 4 માર્ચથી 7 માર્ચ (અમદાવાદ)

ભારતીય ટીમે હાલમાં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા ટીમ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ઐતિહાસિક 2-1થી જીત મેળવી છે. બીજી તરફ, ઇંગ્લેન્ડે શ્રીલંકા વિરુદ્ધ તેમના જ દેશમાં 2-2 ટેસ્ટ મેચની સીરીઝ જીતી લીધી છે. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આ કારણોસર આ સીરીઝ રોમાંચક હોવાની ઉમ્મીદ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap