15 વર્ષથી જામનગર કસ્ટમ ઓફિસમાં પડેલુ એક કરોડનું સોનું ગાયબ,શું છે આ સમગ્ર મામલો ?

નથુ રામડા,જામનગર: કચ્છ કસ્ટમ દ્વારા કબજે કરવામાં આવેલ સોનાના જથ્થા પૈકી બે કિલો ઉપરાંતની કીમતનું એક કરોડ દસ લાખનું સોનું ગાયબ થઇ ગયાની સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કચ્છ કસ્ટમનું ૧૫ વર્ષ સુધી જામનગર કચેરીમાં રાખવામાં આવેલ સોનું ગાયબ થઇ જતા કસ્ટમના જ કોઈ કર્મચારી સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પોલીસ તપાસમાં જે તે સખ્સનો ચહેરો સામે આવશે.

જામનગર શરુ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટર સામે આવેલ કસ્ટમ ડીવીજનના કર્મચારી રામસીંગ શીવકુમારસીંગ યાદવે સીટી બી ડીવીજન પોલીસમાં પોતાના જ કોઈ અજાણ્યા કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સને ૧૯૮૨ અને ૧૯૮૬ માં કસ્ટવમ ડીવીઝન ભુજ દ્વારા રેઇડ કરી કબ્જેફ કરવામાં આવેલ સોનાના સેમ્પલો વર્ષ ૨૦૦૧માં જામનગર ડીવીજન સિફટ કરવામાં આવ્યા હતા.

ભૂજનું કસ્ટમ હાઉસ જર્જરિત થઇ જતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોના અને ચાંદીના આઠ સેમ્પલ જામનગર કસ્ટમના સ્ટોરમાં જુદી જુદી સુટકેસમાં સીલ લગાવી રાખી દેવામાં આવ્યા હતા. દરમિયાન ભવન બની જતા કચ્છ કસ્ટમ દ્વારા વર્ષ ૨૦૧૬માં સોનું પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે તે સમયે પંચ અને જામનગર-કચ્છ કસ્ટમના અધિકારીઓની હાજરીમાં સોનાના પાર્સલ ભુજ લઇ જવામાં આવ્યા હતા.


દરમિયાન દસ દીવસ પછી કચ્છ કસ્ટમ દ્વારા જામનગર કસ્ટમને પત્ર વ્યવહાર કરી લઇ જવાયેલ પાર્સલમાંથી બે કિલો એકસો અને ૫૬ ગ્રામ સોનું ઓછું હોવાનું જણાવ્યુ હતું. ચાર વર્ષ સુધી બંને વિભાગ વચ્ચે ચાલેલ પત્રવ્યવહાર બાદ અમદાવાદ હેડ ઓફીસ દ્વારા જામનગર ઓફીસને પોલીસ ફરિયાદ કરવાનાના આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈને ગઈ કાલે રાત્રે સીટી બી ડીવીજનમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ સને ૨૦૦૧ માં ઘરતીકંપના કારણે કસ્ટામ ડીવીઝન જામનગર ખાતે લાવવામાં આવેલ અને તા.૧૮/૧૦/૨૦૧૬ રોજ કસ્ટરમ ડીવીઝન ભુજને પરત સોંપતા સમયે આ સેમ્પઆલોની ચકાસણી કરતા તેમાંથી કુલ પાંચ સેમ્પનલોમાંથી ૨૧૫૬.૭૨૨ ગ્રામ સોનુ જેની હાલની બજાર કિંમત રૂ.૧,૧૦,૦૦,૦૦૦/- થાય તે ઓછુ નીકળયુ હોવાનો ઉલ્લેખ કરાયો છે. કોઇપણ સરકારી કર્મચારીએ સરકારી મીલકત હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે અંગત ફાયદા માટે ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap