ગોધરા:સાબરમતી ટ્રેનકાંડમાં માર્યા ગયેલા નિર્દોષ 59 કારસેવકોને VHP દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ

ગોધરા : ગોધરામાં 2002ના વર્ષમાં બનેલી સાબરમતી ટ્રેનકાંડની ઘટનાને 19 વર્ષ પૂરા થયા છે.આ ઘટનામા નિર્દોષ 59 જેટલા કારસેવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.નિદોર્ષ હૂતાત્માઓને શાંતિ મળે તે માટે VHPના અગ્રણી અને કાર્યકરોએ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનકાંડના કોચ ખાતે જઇને શ્રધ્ધાજંલી પાઠવી હતી.

27 ફેબ્રુઆરી ગોધરાના ઈતિહાસમાં ન ભુલાઈ શકાય તેવી ઘટના બની હતી.પછી ગોધરા શહેરનુ નામ ભારત જ નહી પણ વિશ્વમાં ચમક્યુ હતૂ.2002ની 27મી તારીખે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે
સાબરમતી ટ્રેનકાંડ સર્જાયો હતો.જેમા અયોધ્યાથી પાછા ફરતા 59 જેટલા કારસેવકોને જીવતા સળગાવી દેવામા આવ્યા હતા.ત્યારબાદ ગુજરાતમા કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.
આ દર્દનાક ઘટનાને 19 વર્ષ પુરા થયા છે.VHP દ્વારા દર વર્ષે ગોધરાકાંડની વરસી નિમિત્તે નિર્દોષ કારસેવકોના આત્માને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવે છે.
VHPના અગ્રણીઓ અને કાર્યકરો ગોધરાકાંડની 19 મી વરસી નિમીત્તે ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એસ-6 કોચ જે આજે પણ ત્યા રાખવામા આવ્યો છે.ત્યા જઈને પુષ્પાજંલી અર્પણ કરી હતી.અને શ્રી રામ જય રામ જય જય રામની ધુન લગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap