ગોધરા: આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર 32,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

પંચમહાલ : ગોધરા ખાતે આવેલી આદિજાતિ વિકાસ કચેરીના વર્ગ-2 અધિકારી મનહર પટેલ 32,000 ની લાંચ લેતા મહિસાગર ACBની ટીમે ગોઠવેલા છટકામાં ઝડપાઈ ગયા હતા. હાલમાં આ વર્ગ-2ના અધિકારીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ACB સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ફરિયાદી મકાન માલિકે પોતાનું મકાન આદિજાતિ કન્યા છાત્રાલય માટે માસિક ₹ 32,788/- ના ભાડેથી મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસની કચેરીને આપ્યુ હતુ.
આદિજાતિ વિકાસની કચેરી,ગોધરા ખાતે ફરજ બજાવતા મનહરભાઈ એસ.પટેલ (આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-2, ઇન્ચાર્જ-મદદનીશ કમિશ્નર) ઉ.વ. 56
આ મકાન ભાડે ચઢાવવાના વ્યવહાર પેટે બે ભાડાની રકમ ફરિયાદી મકાનમાલિક પાસે લાંચમાં માંગી હતી.જે પૈકી એક ભાડાની રકમ ₹ 32,000 આપવાની હતી.પરંતુ ફરિયાદી મકાન માલિક આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને મહિસાગર ACB નો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.આથી એસીબીની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ. મકાન માલિક સાથે આરોપી અધિકારી મનહરભાઈ પટેલે વાતચીત કરી હતી.રૂપિયા 32,000 ની લાંચ રકમ લેતા કચેરીની ચેમ્બરમાં ઝડપાઈ ગયા હતા.સાથે રકમ રીકવર પણ કરી હતી.ACB એ આરોપી અધિકારી મનહર પટેલને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ટ્રેપ આર.એન.પટેલ, પી.આઈ મહીસાગર ACB પોલીસ સ્ટેશનની ટીમે સુપર વિઝન અધિકારી એસ.એસ.ગઢવી,મદદનીશ નિયામક ACB વડોદરા એકમ ના માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી.

ગોધરા: આદિજાતિ વિકાસ મદદનીશ કમિશ્નર 32,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap