ગોધરા:શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા બે વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરવામા આવી.

પંચમહાલ : પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ગદુકપુર ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સીટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ૨ વર્ષના કાર્યકાળમાં યુનિવર્સીટીમાં વિવિધ અભ્યાસના ક્ષેત્રમાં વહીવટી કામગીરી બજાવી છે. હાલમાં કોરોનાકાળના કપરા સમયમાં પણ સમયને અવસરમા પલટવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

ગોવિંદગુરુ યુનિર્વસીટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ જ્યારથી કાર્યભાળ સંભાળ્યો ત્યારથી માડીને તેમની કામગીરીના બે વર્ષ પુર્ણ થયા છે.અને પોતાના વહીવટી કુશળતાથી શ્રેષ્ઠ કામગીરી કરીછે. જેમાં સંસ્કૃતવિભાગની વ્યાખાન શ્રેણી જેમાં નેશનલ અને ઈન્ટર નેશનલ કક્ષાના વકતાઓએ ભાગ લીધો.જેમાં ૧૦૫ જેટલા વ્યાખ્યાનો યોજાયા હતા નેટ સ્લેટ.પીએચડીના ઓનલાઈન ક્લાસ કલાસ કોરોનાના કપરા સમયમાં શરુ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ. ૧૬૨ અધ્યાપકોને પીએચડીના ગાઈડ તરીકે માન્યતા આપવામા આવી.પીએચડીની પ્રવેશ પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ.યુનિવર્સીટીની માહીતી મળી રહે તે માટે એપ ડેવલપ કરવામા આવી હતી સાથે વેબસાઈટને નવા ફીચર સાથે અપગ્રેડ કરવામા આવી છે. યુનિર્વસીટીના ભવનનુ આગામી સમયમાં સીએમના હસ્તે ખાતમુર્હુત કરવામા આવનાર છે.કોરોનાના સમયમાં જ્યારે પરીક્ષાને લઈને અસમંજસની સ્થિતી હતી.ત્યારે કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરીને પરીક્ષાઓ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન કરવામા આવી હતી.અનુસ્નાતક કક્ષાનુ શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે

ગુજરાતી,સંસ્કૃત,અંગ્રેજી,સમાજશાસ્ત્રના વર્ગો શરુ કરવામા આવ્યા હતા.ડીપ્લોમા ઈન સનેટરી ઈન્સપેકટર, ડીપ્લોમાં ઈન મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન,બેચરલ ઓફ રુલર સ્ટડીઝ, બેચરલ ઓફ ડીઝાઈન સહીતના કોર્ષો શરુ કરવામા આવ્યા.ઓનલાઈન પદવી સમારોહ યોજીને વિવિધ વિષયોમા ઉત્તમ દેખાવ કરનારાઓને ગોલ્ડ મેડલ વિજેતાઓની જાહેરાત કરવામા આવી તેમજ સામાજીક સેવાઅને ઉત્થાનમાં વિશેષ યોગદાન આપનારા જ્ઞાનવત્સલ સ્વામીની(બીએપીએસ) ને યુનિવર્સીટીની પ્રથમ ડી.લીટની માનદ પદવી આપવામા આવી.સાથે કાર્યકાળ દરમિયાન વેબીનાર,વિવિધ સ્પર્ધાઓનુ પણ આયોજન કરવામા આવ્યુ.કોલેજોના એનએસએસના વિદ્યાર્થીઓ પણ માનવસેવામા સહભાગી બન્યા.આમ શ્રી ગોવિંદગુરુ યુનિર્વસીટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા વર્ષનો કાર્યકાળમાં પોતાની સામાજીક જવાબદારી નિભાવીને યુનિર્વસીટીના શિક્ષણ માટે ગૌરવજનક અને આનંદકારક બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap