ગોધરામાં નગરપાલિકાની ચૂંટણીઃ જાણો કઇ કઇ પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું

પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.જાહેરનામૂ બહાર પડતા ફોર્મ ભરવાની કામગીરી કરવાની શરૂ કરવામા આવી છે.ગોધરા શહેરમાં નગરપાલિકાની ચુટણી માટે અપક્ષ ઉમેદવારો ચુંટણીમાં ઝપલાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ પણ હવે ચુટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.ત્યારે હવે ગોધરા નગરપાલિકાની ચુટણી રસાકસી ભરી બની રહેવાની છે.

પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.ગોધરા નગર પાલિકાની યોજાનારી ચુટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.હજી સુધી ભાજપ -કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામા આવ્યા નથી.એક બાજુ ત્રીજા મોર્ચા તરીકે આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચુટણીમાં ઝંપલાવ્યુ છે.વોર્ડ-11 માટે અપક્ષ ઉમેદવારે તેમજ ફોર્મ ભર્યુ હતૂ.તેમજ વોર્ડ-1,3,11માં આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યુ હતૂ. જેમા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર સહિત અન્ય કાર્યકરોની હાજરીમાં ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 1,3 અને 11માં ઉમેશભાઈ બારીઆ, ઉમંગભાઈ ચૌહાણ, અને જયકિશનભાઈ રામાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.

ઉમેદવારી ફોર્મ ગોધરા SDM ઓફીસે સુપરત કર્યુ હતૂ.AAP પાર્ટીના જીલ્લા પ્રમૂખ દિનેશભાઈ બારીયાએ પણ પોતાની પાર્ટીના જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.વધુમાં અપક્ષ ઉમેદવારો પણ ચૂટણીમાં ઝંપલાવી રહ્યા છે. ત્યારે ગોધરા પાલિકાના વોર્ડ નંબર 11 માંથી ઉમેદવારી માટે ચિરાગકુમાર દયાલદાસ રાજાઈ એ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાના સ્વજનો સાથે વાજતે ગાજતે ભર્યું હતૂ.ઉમેદવારી નોધાવતા પહેલા ચિરાગ કુમારે ઝુલેલાલ મંદિર ખાતે જઇને શિશ નમાવ્યુ હતૂ.પોતાનો ચુટણીમાં વિજય થાય તેવી કામના કરી હતી.સાથે પોતાની જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap