ગોધરા : પંચમહાલ જીલ્લાના ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમૂખ સંજયકુમાર સોની બન્યા છે
શહેરમા કોરોનાના કેસોની સંખ્યાને લઇને પાલિકાના નવનિયુક્ત પ્રમુખ નગરજનોની ચિંતા કરીને તેમની વચ્ચે જાતે જઈને માસ્કનુ વિતરણ કરીને માસ્ક પહેરાવ્યા હતા.
પંચમહાલ જીલ્લામા કોરોના રવિવારે ૨૭ કેસો નોંધાયા હતા.જેમા ૧૫ કેસો શહેરી વિસ્તારમા નોંધાયા હતા.એક તરફ તંત્ર માસ્કનો વધુને વધુ ઉપયોગ કરવા અપીલ કરી રહ્યુ છે.છતા કેટલાક લોકો માસ્કનો ઉપયોગ કરવામા જાણે નાનમ અનુભવતા હોય છે.તેની સાથે સામાજીક અંતર જાળવવુ પણ મહત્વની બાબત છે.ગોધરા શહેરના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ સોની દ્વારા નગરજનો કોરોનાના સક્રમણનો ભોગ ન બને તેના ભાગરૂપે માસ્ક વિતરણ કર્યુ હતુ, જેમા તેમને રીક્ષાચાલકો,નાના ધંધા રોજગાર કરતા, તેમજ શ્રમજીવી વર્ગ વાહનચાલકો જે માસ્ક પહેર્યા વગર ફરતા હતા તેમને માસ્કનું વિતરણ કર્યુ હતુ તેમજ આ કોરોનાની મહામારીમાં વાયરસની અસર ના થાય તે માટે માસ્કનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.માસ્ક વિતરણમાં પાલિકાના સભ્યો પણ જોડાયા હતા.પ્રમુખની માસ્ક વિતરણની કામગીરીને ગોધરા નગરવાસીઓએ પણ વખાણી હતી.નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેઓ ગોધરા માટે હિતલક્ષી નિર્ણયો લઈ રહ્યા છે.
