ગોધરા : પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણીઓનુ મતદાન સમાપ્ત થયા બાદ આવતીકાલે મતગણતરી થવાની છે.ત્યારે મતગણતરીના કલાકોનુ કાઉન્ડાઉન શરુ થાય તે પહેલા જ પંચમહાલ જીલ્લા એલસીબીની ટીમ દ્વારા શહેરા તાલુકા પંચાયતમાં સમાવીશ વાડી બેઠકના ઉમેદવારની અટકાયત કરતા રાજકીય માહોલમાં ગરમાયો છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામના અને તાલુકા પંચાયતની વાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને યુવા અગ્રણી જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી(જે.બી) એલસીબી પોલીસે ધરપકડ કરી છે.જમીન સંબધીત કાયદાના ગુનામાં વોન્ટેડ હતા.જેમની સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિંબંધ કાયદા અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩,૪(૩), પ(ગ)નો ગુનો શહેરા પોલીસ મથકમાં નોધવામા આવ્યો હતો. જેને લઈને આ ઉમેદવાર નાસતા ફરતા હોઈ એલસીબી પોલીસ દ્વારા ખાનગી બાતમીદારો સાથ ચોક્કસ બાતમી મેળવીને ધરપકડ કરી હતી. આ ગુનાની તપાસ હાલ નાયબ પોલીસ અધિક્ષક ગોધરાને સોપવામા આવી છે.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
તેમના સર્મથકો દ્વારા આ મામલે રાજકીય અદાવત રાખીને તેમની સામે ખોટા કેસ કરવામા આવ્યો હોવાનૂ કહેવૂ છે.
