ગોધરા: નગરપાલિકાની પ્રમૂખ-ઉપપ્રમુખની ચુટણીમાં અપક્ષોએ બાજી મારી….ભાજપને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો .

પંચમહાલ : પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ગોધરા નગરપાલિકા
ની ઉપપ્રમૂખ-પ્રમૂખની ચુટણી ભારે રસાકસી વાળી બની રહી હતી.ગોધરાના સરદારનગર પાલિકા હોલ ખાતે પ્રાન્ત અધિકારીની હાજરીમા યોજાયેલી ચુટણીમાં અપક્ષોએ મેદાન મારતા ભાજપ સત્તા વિમૂખ રહ્યુ હતુ.
જેમા ૪૪ સભ્યો ધરાવતી નગર પાલિકામાં
એઆઈએમઆઈએમના ટેકા સાથે અપક્ષ સભ્યોએ પાલિકાની સત્તા હાસલ કરી હતી.

પંચમહાલ જીલ્લાની ગોધરાનગર પાલિકાની ચુટણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરદારનગર ખંડ યોજાઈ હતી.પાલિકાની ચુટણીમાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સત્તાનુ સુકાની કોણ? ચર્ચાએ ભારે જોર પકડ્યુ હતૂ.ભાજપ પાસે ૧૯ સભ્યોનુ સર્મથન હોવાને કારણે તેમને ઉમેદવારી માટે દાવેદારી કરી નહોતી.તે દરમિયાન ભાજપના કેટલાક સભ્યોએ હોબાળો પણ મચાવ્યો હતો.જે સમયે પોલીસે પહોચીને પરિસ્થીતી થાળે પાડી હતી.ત્યારબાદ પ્રમૂખ ઉપપ્રમૂખની વરણીની પ્રકિયા શરૂ કરવામા આવી હતી.અપક્ષોના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામા આવ્યા હતા.જેમા ઔવેસીની પાર્ટી AIMIMના ટેકાથી અપક્ષ સભ્યોએ ગોધરાનગર પાલિકાની સત્તા હાસલ કરી હતી.જેમા અપક્ષ વિજેતા ઉમેદવાર સંજયભાઈ સોનીની પ્રમૂખ તરીકે વરણી કરવામા આવી હતી.સંજય સોની પ્રમૂખ બન્યા હોવાની જાણ થતા તેમના સર્મથકોમા ભારે ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો.તેમને ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

નોધનીય છેકે ગોધરા નગર પાલિકાના સભ્યોની સંખ્યા ૪૪ છે.જ્યારે સત્તા માટે ૨૩ સભ્યોનુ પીઠબળ હોવુ જરુરી છે,અપક્ષોએ AIMIMના સર્મથનની સત્તા હાસલ કરી છે.
આ વખતે ગોધરા નગર પાલિકામા ઔવેશીની પાર્ટી AIMIMના આઠ ઉમેદવારો ઉભા રહ્યા હતા,જેમા સાત ઉમેદવારોની જીત થઈ હતી.
ગત બીજા ટર્મમા પાલિકામા ભાજપનુ શાસન હતુ.આ વખતે પણ તેમને પાલિકાની સત્તા હાસિલ કરીશુ તેવુ કહેવાતુ હતુ.પણ ભાજપ સત્તાથી વિમૂખ રહ્યુ હતુ.

  • ગોધરાનો વિકાસ અમારી પ્રથમ પ્રાથમિકતા: સંજયભાઈ સોની.નવનિયુક્ત પ્રમૂખ .

ગોધરા નગરપાલિકામાં અપક્ષોએ સત્તા પ્રાપ્ત કરી છે.
આમેય ગોધરા પાલિકાની ચૂટણીનો માહોલ અલગ હોય છે.આ વખતેથી સ્થાનિક સ્વરાજની ચુટણીમાં આમ આદમી પાર્ટી,અને AIMIM બે પક્ષો ચુટણીજંગમા હતા.પાર્ટીના પ્રમુખ ઔવેસીએ ચૂટણીસભા પણ ગોધરામાં સંબોધી હતી.તેમની પાર્ટીના આઠ ઉમેદવારોમાથી સાત ઉમેદવારો જીત્યા હતા.પણ પાલિકાના પરિણામોમાં સ્પષ્ટ બહુમતી મળી ન હતી.
નવ નિયુક્ત બનેલા પ્રમૂખ સંજયભાઈ સોનીએ મિડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે ગોધરાનો વિકાસ અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.અમે કોઈ પણ ભેદભાવ વગર નગરનો વિકાસ કરીશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap