ગોધરા: શ્રી ગોવિંદગૂરૂ યુનિર્વસીટીની મે મહિનામા લેવાનારી પરીક્ષાઓ કોરોના મહામારીને પગલે રદ કરવાનો નિર્ણય.

પંચમહાલ : ગોધરા દ્વારા શ્રી ગોવિંદગૂરૂ યૂનિ દ્વારા લેનારી વિવિધ વિદ્યાશાખાઓની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.આ પરીક્ષા મે મહિનામા શરૂ થવાની હતી.આચાર્યો અને યૂનિર્વસીટી સત્તાધીશો સાથેની એક ઓનલાઈન મિંટીગમાં
નિર્ણય લેવાયો છે.ઉનાળુ વેકેશનની પણ જાહેરાત કરી દેવામા આવી છે.

પંચમહાલ જીલ્લામાં ગોધરા ખાતે શ્રી ગોવિંદગૂરૂ યૂર્નિવસીટી આવેલી છે.જેમા પાંચ જીલ્લાની કોલેજો સમાવેશ છે.એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે. તેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે.ગોધરાની ગોવિંદગૂરૂ યૂનિર્વસીટીના વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા મે મહિનામાં શરૂ થવાની હતી.હાલની કોરોનાની વકરતી પરિસ્થીતીને લઇને યુનિવર્સીટી સંલગ્ન વિવિધ કોલેજના આચાર્યો અને સત્તાધીશોની એક ઓનલાઈન મિંટીગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં મે મહિના લેવાનારી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા નહી લેવાનો નિર્ણય કર્યો હતો.આગામી જુન મહિનામા કોરોનાની મહામારીની પરિસ્થીતીનુ નિરિક્ષણ કરીને તેમજ શિક્ષણવિભાગ અને રાજ્ય સરકાર દ્વારા જે સુચનાઓ આપવામા આવશે.પરીક્ષાઓનો કાર્યક્રમ ૧૫ દિવસ પહેલા જાહેર કરવામા આવશે.વધુમા યુનિ તરફથી ૧૮ વર્ષથી વધૂ ઉમર ધરાવનારાઓને કુલપતિ-કુલ સચિવ તરફથી વેકસીન લેવા અપીલ કરવામા આવી છે.વધુમા યૂનિર્વસીટી દ્રારા ઊનાળુ વેકેશનની પણ જાહેરાત કરવામાં આવી દીધી છે.૩/૫/૨૦૨૧થી ૫/૬/૨૦૨૧ સુધી વેકેશન રહેશે.

નોધનીય છેકે કોરોના મહામારીને કારણે લોકો વાયરસથી સક્રમિંત થઈ રહ્યા છે.મોતને પણ ભેટી રહ્યા છે.ત્યારે તેની અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક અભ્યાસ પર જોવા મળી રહી છે.વિદ્યાર્થીઓને હોમ લર્નિગ કે ઓનલાઇન શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap