ગોધરા:-PSI-વર્ગ-3ની ભરતીની જાહેરાતમાં અનામત નીતીની અવમાનના કરી હોવાના આક્ષેપ સાથે AAPનૂં તંત્રને આવેદન

ગોધરા : ગુજરાત રાજ્યના ગૃહવિભાગ દ્વારા પાડવામા આવેલી PSI વર્ગ ૩ની જગ્યાઓની પ્રકિયા ગેરબંધારણીય હોવાના આક્ષેપ સાથે પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જીલ્લા કલેકટરને લેખિત આવેદન આપવામા આવ્યુ હતૂ. આવેદન આપવા મોટી સંખ્યામા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યને સંબોધન કરીને જીલ્લા કલેકટર અમિત અરોરાને આપવામા આવેલા આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે રાજ્ય પોલીસ દળમા બીન હથિયારી PSI વર્ગ ૩ની સીધી ભરતીની જાહેરાતમાં ૩૦૦ જગ્યાઓ માંથી અનુજાતિ માટે માત્ર ૧ જગ્યા અનામત રાખવામા આવી છે. જે કાયદા વિરૂધ્ઘ ગેરબંધારણીય છે.જેમા અનામત નીતી અને નામદાર સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓની અવમાનના કરાવામા આવી છે.બંધારણના મુળભુત અધિકારો પૈકી અનુચ્છેદ ૧૫-૧૬નો ભંગ થાય છે. આ ભરતી પ્રકિયામાં અનુસુચિત જાતિ માટે ૦૧, અનુસુચિત જનજાતિમાટે ૩૧,ઓબીસી માટે ૪૪ બેઠકો અનામત રાખતા અનુસુચિત જાતિને -૨૦,અનુસુચિત જનજાતિને-૧૪,તથા ઓબીસીને ૩૭ જગ્યાઓનુ નુકશાન થઈ રહ્યુ છે.અહી સવાલ એ થાય છે કે EWS આગમન પછી રોસ્ટર કઈ રીતે બનાવ્યુ ?

તેવા સવાલ પણ આવેદનમા ઉભા કરવામા આવ્યા છે. વધુમા આવેદનમાં માગણી કરવામા આવી છે કે ભારતીય બંધારણની જોગવાઈઓ અને ગુજરાત સરકારની અનામત પોલીસી પ્રમાણે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ,સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોની વસ્તીના પ્રમાણમાં અનુક્રમે ૭ ટકા,૧૫,ટકા,૨૭ ટકા અનામતની વ્યવસ્થા છે.જે મુજબ ગુજરાત સરકાર રિઝર્વેશનની પોલીસી પ્રમાણે ગૃહવિભાગ અનુસુચિત જાતિ માટે ૨૧,અનુસુચિત જનજાતિ માટે ૪૫ અને ઓબીસી માટે ૮૧ બેઠકો અનામત રાખીને નવેસરથી ભરતી પ્રકિયા હાથ ધરવામા આવે. આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મહીલા કાર્યકરો ઉપસ્થિત રહીને સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap