અજીબોગરીબ કિસ્સો: બકરીએ વાંદરાના મોં વાળા બચ્ચાને જન્મ આપ્યો,જુઓ તસવીરો

કાનપુર: આને આસ્થાની માન્યતા કહ્યે અથવા તો ચમત્કાર,મેડિકલ સાઈન્સના અનુસાર,કોઈ પણ જીવના શરીરનું વિસ્તરણ અધૂરું રહી જવું. આવો જ એક ચમત્કાર કાનપુર જિલ્લામાં જોવા મળ્યો છે,જ્યા ઘાટમપુર તહસીલ વિસ્તારના જહાંગીરા બાદ ગામમાં મંગળવારે સવારે એક અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા.

અજીબોગરીબ કિસ્સો: બકરીએ વાંદરાના મોં વાળા બચ્ચાને જન્મ આપ્યો,જુઓ તસવીરો

જેમાં લોકો બકરીના મૃત બચ્ચાને બજરંગબલીનો અવતાર ગણાવી પૂજા અર્ચના કરવામાં લગ્યા હતા. કારણ કે મૃત બકરીના બચ્ચાનો ચહેરો વાંદરાના ચહેરો જેવો હતો. આ સમાચાર સાંભળીને જહાંગીરા બાદ સહિતના નજીકના પડોશમાં રહેતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા અને તેને જોતા જય જય કાર શરૂ થઈ ગયા, જેમાં ભગવાનના મહિમાને માનતા પૃથ્વી પર બજરંગબલીના જન્મની વાતો થવા લાગી હતી.

અજીબોગરીબ કિસ્સો: બકરીએ વાંદરાના મોં વાળા બચ્ચાને જન્મ આપ્યો,જુઓ તસવીરો

આ અંગે સીતારામ કઠેરિયા જણાવે છે કે, તેમના ઘરે બકરીએ સવારે પાંચ વાગ્યે એક બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાં બકરીના બચ્ચાનું મોં અને શરીરનો આકાર અન્ય બકરાઓથી સંપૂર્ણ જુદો હતો. તેમણે જણાવ્યું કે,વિચિત્ર પ્રકૃતિથી જન્મેલા બકરીના બચ્ચનું મોત નીપજ્યું હતું, પરંતુ સીતા રામના કહેવા પ્રમાણે બજરંગબલી તેના કહેવા પર જ તેના ઘરે જન્મ લીઘો હતો. જે હવે ગ્રામજનો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે. આ સાથે, સમાચાર લખાય ત્યાં સુધી ગ્રામજનોની ઉપાસના ચાલુ હતી અને તે નક્કી કરવામાં આવ્યું હતું કે સમય જતા આ બકરીના બચ્ચાને સમાધિ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap