કિશન બાભણિયા,ગીર સોમનાથ: આંગણવાડી કેન્દ્ર પર બાળકોને બોલાવી ગરમ નાસ્તો આપી શકાય તેમ ન હોવાથી સરકાર દ્વારા પોષણનાં ઉમદા હેતુથી આંગણવાડી કેન્દ્રના બાળકોને ઘરે ઘરે સુખડી વિતરણ કરવામાં આવે તેવો આદેશ હોય આ સુખડીમાં ગોળ સીંગદાણા, ચણા, લોટ, દળામણ, વહાતુ સહીતનો ખર્ચ આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવે છે. તેના બીલો સરકારના પરીપત્ર મુજબ 5.10 પૈસાની મર્યાદામાં બાળક દીઠ આપવાનો થતો હોય પરંતુ ઉના આંગણવાડી કેન્દ્રમામાં સરકારના નિયમથી પર રહી 3.30 પૈસા લેખે ચુકવણું કરાતુ હોવાની બુમો ઉઠી રહી છે. અને આ બાબતની ઉના તત્કાલીન સી ડી પી ઓ અને વર્કર વચ્ચેની વાતચીતનો ઓડીયો પણ ધણા સમયથી સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં આંગણવાડીના ભ્રષ્ટાચારા દિનપ્રતિદીન બહાર આવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઉઠવા પામેલ છે કે આ પરીપત્રની વ્યાખ્યા કોના ઇશારે ફેરવવામાં આવી છે તેની તપાસ થશે ખરી ?
એક બાળકને એક અઠવાડિયા માટે દર ગુરુવારે એક કિલો સુખડી આપવાનું નક્કી થયેલ અને એક કિલો સુખડી માટે 140 ગ્રામ તેલ, 350 ગ્રામ ઘઉં, 175 ગ્રામ ચણાનો લોટ, 49 ગ્રામ સીંગદાણાનો ભૂકો, 210 ગ્રામ ગોળનો વપરાશ કરવામાં આવે છે. જેની સામે ચણા માટે 80 રૂપિયા પ્રતિ કિલો સીંગદાણા માટે 120 રૂપિયા પ્રતિ કિલો, ગોળ માટે 50 રૂપિયા પ્રતિ કિલો અને તેલ માટે 160 રૂપિયા પ્રતિ કિલો મુજબ ખરેખર ખર્ચ થતો હોય છે. અને ઘઉં આંગણવાડી સુધી પહોંચાડવા તેમજ દળામણ માટે પ્રતી કિલો રૂ. 10 જેવો વધારાનો ખર્ચ પણ થતો હોય છે. આ રીતે રૂ. 35.70 પૈસા ખર્ચની સામે રૂ. 23.10 પૈસા જ આપવામાં આવી રહ્યા છે. જો કે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીને ચુકવણું કરવા માટેનો પરિપત્ર ગાંધીનગરથી થયેલ છે. અને આ પરિપત્ર પર પોગ્રામ ઓફિસર દ્વારા નોંધ થયેલ છે કે રૂ. 5.10 પૈસા મુજબ જ ચુકવણું કરવું તો પછી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કચેરીમાં કોની સતા અને હોદ્દાથી રૂ. 3.30 પૈસા રકમ નક્કી કરવામાં આવી છે. તે તપાસનો વિષય બની રહ્યો છે.
આંગણવાડી કેન્દ્રમાં ઓછા ચુંકવણા અંગેની બે ઓડીયો પણ અધિકારી વચ્ચેની વાતચીતનો વાયરલ થયેલ છે તેમાં ઉના આઇસીડીએસ ઓફીસમાં સુપરવાઇઝર અને તત્કાલીક સીડીપીઓ મસાલા બીલો અને સુખડીના બીલો 3.30 મુજબ બનાવવાની વાતચીતનો ઉલ્લેખ કરાય છે. આ ઉપરાંત વેરાવળ ધટક 1 ના મહીલા સીડીપીઓ અને ઉનાના તત્કાલ સીડીપીઓ વચ્ચે આ પરીપત્ર અમલ અંગે ઉગ્ર વાતચીતનો ઓડીયો પણ બહાર આવ્યો છે. આમ ઉના આંગણવાડી કેન્દ્રમાં ભ્રષ્ટાચાર પ્રયાણ બન્યો હોવાના કારણે કુપોષિતતા દૂર કરવા સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. પણ અધિકારીઓની મિલીભગતનાન કારણે વર્કર અને હેલ્પરોએ પોતાએ કરેલા ખર્ચ નક્કી કરેલી મર્યાદા મુજબ બીલો ઓફીસમાં મુકવા છતાં પરીપત્ર મુજબ ચુંકવાતા ન હોવાના કારણે ભારે મુશકેલીઓ ભોગવી રહી છે.
પરીપત્રની જોગવાઇ મુજબ દરેક માસે એડવાન્સ બીલોનું ચુકવણું કરવાનું થતુ હોય પરંતુ આ કોંભાંડના કારણે ત્રણ-ત્રણ માસ સુધી બીલો પણ ચુકવાતા ન હોવાનું રાવ ઉઠી રહી છે. આંકડા મદદનીશનો ચાર્જ સંભાળતા કર્મચારી દ્વારા રૂ. 5.10ને બદલે રૂ. 3.30 પૈસાની રકમ ચુકવણું કરવાની વિગતો માટેના ફોર્મ એક ઝેરોક્ષની દુકાનમાં નિયત નમૂનો તૈયાર કરી મંગાવે છે. ખરેખર સરકારે મહીલાઓને પગભર કરવા હેતુ તાલુકા પંચાયત કચેરીમાં સખીમંડળ સંચાલીત ઝેરોક્ષ મશીન મુકાયેલ હોય ત્યાજ સરકારી કચેરીના કાગળોની ઝેરોક્ષ કરાવવા પરીપત્ર હોવા છતાં ચોક્કસ ઝેરોક્ષની દુકાને આ આંગણવાડીના પત્રક બનાવવા તેમજ સ્ટેશનરી ઝેરોક્ષ કરાવવામાં આવે છે.
યોગ્ય ચુકવણું થતાં હોવાનું પ્રમાણપત્ર પણ લખાવી સહી લેવડાવાય
આ બાબત અધિકારી દ્વારા મહીલા કર્મચારીઓ પાસે યોગ્ય ચુકવણું થતાં હોવાનું પ્રમાણપત્ર અગાઉથી લખાવી સહી લેવડાવી લેતા હોવાની ચર્ચાઓ પણ વર્કરોમાં ઉઠી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છેકે કમિશનર મહિલા અને વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા પરિપત્ર થયેલ તે મુજબ ચુકવણું શા માટે નહીં ? ઉનાની કચેરીમાં આ પરિપત્રનો ઉલાળીયો કરી પોતાની મનમાની કોણ ચલાવે છે.?
1170 રૂપિયા દર મહિને આંગણવાડી કેન્દ્ર દીઠ ઓછા ચુકવવામાં આવે છે.
પ્રત્યેક બાળક દીઠ 1.80 પૈસાની નુકસાની ભોગવવાની ફરજ પાડવામાં આવી રહી છે. એક બાળકને મહિને 132.60 પૈસાને બદલે 85.80 પૈસા જ ચૂંકવાય રહ્યા છે. જેથી 46.80 પૈસા પ્રત્યેક બાળક દીઠ આંગણવાડી વર્કર બહેનોને પોતાના ખિસ્સામાંથી ચુકવવાની ફરજ પડે છે. સરેરાશ ગણતરી કરીએ તો 25 બાળકો માટે મહિને 1170 આંગણવાડી કેન્દ્ર દીઠ ઓછા ચુકવવામાં આવે છે.
