ગીર સોમનાથ: ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું, સન્માન સમારોહ ચૂંટણીસભામાં પલટયો

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: વેરાવળ ભાલકા તીર્થની ભૂમિ પરથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકાયું. આહીર સમાજ દ્વારા આયોજીત સન્માન સમારોહ ચૂંટણીસભામાં પલટયો. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર, પ્રદેશ મંત્રી રઘુભાઈ આહીર, ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંગ પરમાર, સહિત મહાનુભાવોનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લાભર માંથી મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓમાં ભાજપ તરફે મતદાન માટે આહવાન કરવામાં આવ્યું હતું.

2017 વિધાનસભા ચૂંટણીમાં આહિર સમાજની અવગણના ભાજપને પડી હોવાનો પર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમાનો જાહેર મંચ પરથી એકરાર કરયો. નવા સંગઠનમાં આહીર સમાજને નોંધપાત્ર પ્રતિનિધિત્વ આપી ભાજપે ભૂલ સુધારી ગીર સોમનાથ જિલ્લા આહીર સમાજ દ્વારા ભાજપમાં નવનિયુક્ત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમા આહીર સમાજના સૂચક સન્માન સમારોહથી કોંગ્રેસમાં સન્નાટો ચાવતા જિલ્લાના રાજકારણમા ગરમાવો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap