ગીર સોમનાથઃ પશુ ચરાવતા વૃદ્ધને મગર પાણીમાં ગયો, કલાકોની જહેમત બાદ મૃતદેહ મળ્યો

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ગીર જંગલ બોર્ડને અડી આવેલ થોરડી ગામના માલધારી પશુ ચરાવતા હતા. એ વખતે નદીમાંથી મગર આવી ચડતા માલધારી વૃદ્ધનો પગ ખેચી પાણીમાં લઇ જતાં મોત નિપજતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે.

થોરડી ગામે રહેતા માલધારી ગોબરભાઇ ભગવાનભાઇ ગોહીલ ઉ.વ.65 ગામ પાસે આવેલ સ્મશાન વિસ્તાર નજીક સાંગાવાડી નદી આસપાસ પોતાના માલઢોર ચરાવતા હતા. એ વખતે ભેંસ નદીમાં પાણી પીવા ગયેલ ત્યારે અચાનક મહાકાય મગર નદીમાં આવી ચડતા પ્રથમ ભેંસ પર હુમલો કરતા તેને બચાવવા ગોબરભાઇ જતાં તેના પર મહાકાય મગરે હુમલો કરી નદીના ઉંડા પાણીમાં ખેચી લઇ જતાં મોત નિપજ્યુ હતું. આ મહાકાય મગરે તેના જડબામાં ગોબરભાઇનો પગ પકડી લીધેલ ત્યારે રાડારાડ કરતા આસપાસના લોકો બચાવવા દોડી ગયેલ પરંતુ મગરે ઉંડા પાણીમાં ખેચી લઇ જતાં વૃદ્ધનું નદીના ઉંડા પાણીમાં મોત નિપજ્યુ હતું.

આ ધટનાની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો ધટના સ્થળે દોડી ગયા હતા. અને આ બનાવની જાણ વનવિભાગને કરતા બાબરીયા રેન્જના વનવિભાગની ટીમ તાત્કાલીક દોડી ગયેલ હતી. અને નદીના પાણીમાંથી વૃદ્ધની શોધખોળ શરૂ કરતા બે કલાકની જહેમત બાદ મૃતદેહ મળી આવેલ હતો. અને મૃતદેહને પી એમ માટે ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે.

મગરે ભેંસ પર હુમલો કરતા તેને બચાવવા જતાં વૃદ્ધને ખેચી ઉંડા પાણીમાં તાણી ગઇ

ગીર બોર્ડર પાસે આવેલ થોરડી ગામમાં રહેતા અને માલઢોર પશુઓને ચરાવી ધરનું ગુજરાન ચલાવતા વૃધ્ધ ગોબરભાઇને સંતાન ન હોય અને પરીવારમાં માત્ર પતિ-પત્નિ બન્ને રહેતા હોય અને બપોરના સાડા બાર વાગ્યે સાંગાવાડી નદીમાં મગરે ભેંસ પર હુમલો કરતા ગોબરભાઇ દોટ મુકી બચાવવા જતાં ગોબરભાઇના પગને જડબામાં દબોચી ઉંડા પાણીમાં ખેચી લઇ જઇ મોત નિપજતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap