વારાણસીના ઘાટ ફરી એકવાર પ્રકાશથી ઝગમગી રહ્યું છે. દેવ દિવાળીના પર્વ નિમિત્તે વારાણસીના ઘાટ લાખો દીવડાઓથી શણગારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા હતા અને આ ઉત્સવમાં ભાગ લીધો હતો અને પોતાના હાથથી પ્રથમ દીવો પ્રગટાવ્યો હતો.

દિવાળીના તહેવારના 15 દિવસ બાદ કાર્તિક પૂર્ણિમા નિમિત્તે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે વિશ્વભરમાંથી લોકો વારાણસી આવે છે. જુઓ કે આ વખતે કાશી કેવું ઝગમગી રહ્યું છે.

કાશીની અદ્ભુત દેવ દિવાળી શું છે

દેવ દિવાળીએ દિવાળીના 15 દિવસ બાદ ઉજવવામાં આવતી એ દિવાળી છે, જે કારતક પૂર્ણિમાની રાત્રે વારાણસીને ઝગમગાવે છે. જો કે, તેની સાથે સંકળાયેલ ગંગા ઉત્સવ પાંચ દિવસ સુધી ચાલે છે.

સાત કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા બનારસના 87 ઘાટ દીવડાઓથી શણગારવામાં આવ્યા છે. સાંજ પડે ત્યારે ટમટમતા દિવળાઓના પ્રકાશ ગંગાની લહેરો જોવા મળે છે આ નજારો આશ્ચર્યજનક હોય છે. આ નજારો જોવા માટે, દેશ-વિદેશમાં પ્રવાસીઓના ટોળા ઉમટી પડો છે.

