નાણાકીય વર્ષ 2020-21ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો GDP (Gross Domestic Product)માં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે જારી કરાયેલા ડેટામાંથી આ માહિતી બહાર આવી છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં આ ઘટાડો 23.9 ટકા હતો, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી વધુ છે. ભલે GDPમાં ઘટાડો અગાઉના ત્રિમાસિક ગાળા કરતા ઓછો હોય, પરંતુ GDPમાં સતત બે ત્રિમાસિક ઘટાડાને કારણે દેશ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ટેક્નિકલ રિસેશનના તબક્કામાં ગયો છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર, કે.વી. સુબ્રમણ્યમે GDPના આંકડા વિશે કહ્યું છે કે, અર્થતંત્રની વર્તમાન સ્થિતિ કોવિડ 19ની અસર દર્શાવે છે.
Q1માં GDPમાં રેકોર્ડ ઘટાડાનું મુખ્ય કારણ કોરોના મહામારીને કારણે દેશભરમાં લગાવેલા લોકડાઉન હતું. લોકડાઉન ખુલ્યા બાદ આર્થિક પ્રવૃત્તિએ વેગ પકડ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ અંદાજ લગાવ્યો હતો કે GDP વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં 8.6 ટકાના દરે ઘટાડો આવશે. RBIએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે પ્રથમ વાર ઈકોનોમીમાં સતત બે ત્રિમાસિકમાં જીડીપીના ઘટાડાને કારણે ટેક્નિકલ રિસેશન આવ્યું છે.
GVAમાં 7 ટકાનો ઘટાડો
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં કોન્સ્ટન્ટ (જી.ડી.પી.) ના જીડીપી રૂ. 33.14 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ 35.84 લાખ કરોડ હતો. જ્યારે જીડીપીમાં બીજા ત્રિમાસિકમાં દરમિયાન 7.5 ટકાનો ઘટાડો દર્શાવે છે, જે ગયા વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરમાં 4.4 ટકાની વૃદ્ધિની તુલનામાં છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GVA(ગ્રોસ વેલ્યુ એડેડ) નો અંદાજ રૂ. 2019-20ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GVA 32.78 લાખ કરોડ રુપિયા હતું.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરે નોંધ્યો ગ્રોથ
જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 0.6 ટકાનો ગ્રોથ નોંધાયો છે. તેનું સારું પ્રદર્શન ચાલુ રાખતા કૃષિ ક્ષેત્રમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 3.4 ટકાનો વધારો થયો છે, જ્યારે ટ્રેડ તથા સર્વિસેઝ સેક્ટરમાં 15.6 ટકાનો ઘટાડો થયો છે. પબ્લિક સ્પેન્ડિન્ગ 12 ટકાનો ઘટાડો હતો. આ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ચીનની અર્થવ્યવસ્થામાં 4.9 ટકાના દરે વૃદ્ધિ થઈ. એપ્રિલ-જૂનમાં ચીનનો વિકાસ દર 3.2 ટકા રહ્યું હતું.
પાછલા ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ
Q1FY21: (-)23-9%
Q4FY20: 3.1%
Q2FY20: 4.5%
Q3FY20: 4.7%
Q1FY20: 5%
લોકડાઉમાં કૃષિ સેક્ટરમાં રહ્યો ગ્રોથ
લોકડાઉન દરમિયાન એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકની વાત કરીએ તો એગ્રીકલ્ચર સેક્ટર સિવાય અન્ય ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એગ્રીકલ્ચર સેક્ટરમાં 3.4 ટકાનો વધારો દર્શાવ્યો હતો. અન્ય ક્ષેત્રોની વાત કરીએ તો, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 39.3 ટકા, માઈનિંગ સેક્ટરમાં 23.3 ટકા અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 50.3 ટકાનો ઘટાડો થયો છે. ટ્રેડ,ટ્રન્સપોર્ટ, કમ્યુનિકેશન અને અન્ય સંબંધિત સેવાઓમાં 47 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અનલોક દરમિયાન ઈકોનોમીમાં રિકવરી
લોકડાઉન બાદ ઈકોનોમીએ વેગ પકડ્યો હતો. સપ્ટેમ્બરમાં વાહનોનું વેચાણ, રીયલ એસ્ટેટ, મેન્યુફેક્ચરિંગ PMI અને રેલ ભાડાની આવક સપ્ટેમ્બરમાં વધારે હતી. આ સાથે આ વર્ષે સપ્ટેમ્બરમાં પહેલીવાર ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં આવકવેરાની વસૂલાતમાં વધારો થયો છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન પણ 1.05 લાખ કરોડથી વધુ હતું. વેચાણમાં વધારા સાથે, આઈએચએસ માર્કેટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ પણ ઓક્ટોબરમાં વધીને 58.9 થઈ હતી, જે સપ્ટેમ્બરમાં 56.8 હતી, જે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ છે.
