ગેસ કંપનીનો ગેસના ભાવમાં રાહત આપવા ઇનકાર, નવી શરત પણ ઉદ્યોગકારો માટે ખોટનો સોદો, જાણો કેમ ?

રવિ નિમાવત, મોરબી: મોરબીનો સિરામિક ઉદ્યોગ કોરોના મહામારી છતાં એક્સપોર્ટના ઓર્ડર મેળવી જોરદાર તેજીના દોરમાંથી પસાર થઇ રહ્યો હતો. જો કે, સિરામિક ઉદ્યોગની તેજી ગેસ કંપનીને માફક આવતી ના હોય તેમ અગાઉ આપવામાં આવતું ડિસ્કાઉન્ટ પરત ખેચી લેવાતા ગેસના ભાવમાં ૪ રૂનો કમરરોડ ભાવવધારો ઝીકવામાં આવ્યો છે. એટલું જ નહીં ભાવવધારો પરત ખેચવાની માંગ તો ગેસ કંપનીએ નથી સ્વીકારી પરંતુ નવી શરત મૂકી છે. જે શરત સાથે પણ સિરામિક ઉદ્યોગને તો ખોટનો જ સોદો સાબિત થશે.

મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા સહિતના પ્રતિનિધિઓ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સાથે રાખીને ગુજરાત ગેસના એમડી સંજીવકુમાર સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જે મીટીંગમાં ગેસના ભાવવધારો પરત ખેચવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી. જોકે ગેસ કંપનીએ ભાવ ઘટાડવા મામલે કોઈ રસ દાખવ્યો ના હતો, પરંતુ ગેસ કંપની સાથે સિરામિક એકમ જે કરાર કરે છે. તેમાં એક માસને બદલે ત્રણ માસનો નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં રાહત આપવાનું તરકટ રચ્યું છે. જોકે આ રાહત પણ છેતરામણી છે કારણકે ગેસ કંપનીએ એક માસનો કરાર કરવા માટે શરત મૂકી છે. જેમાં ૫૦ પૈસા ગેસ મોંઘો મળશે એટલે કે ત્રણ માસના એગ્રીમેન્ટમાં રૂ ૪ નો ભાવવધારો લાગુ થશે તો એક માસના એગ્રીમેન્ટમાં રૂ ૪.૫૦ લાખનો ભાવવધારો લાગુ થશે.

જાણો વિગતે શું છે સમગ્ર મામલો?

અગાઉ ગેસ કંપની દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. તે પરત લેવામાં આવ્યું છે,જેથી ગેસના ભાવોમાં રૂ ૪નો વધારો ઝીકાયો છે. એટલું જ નહિ અગાઉ એક માસનો જે કરાર થતો હતો તે પણ ત્રણ માસનો થશે અને ત્રણ માસના કરાર પર જ રૂ ૪નો ભાવવધારો લાગુ થશે. જેથી પરેશાન ઉદ્યોગપતિઓએ મીટીંગ કરી હતી તો હવે ગેસ કંપનીએ એક માસનો કરાર કરવા સહમતી આપી છે. પરંતુ એક માસના કરારમાં ૪.૫૦ નો ભાવવધારો અમલી બનશે જેથી એક માસનો કરાર કરે કે ત્રણ માસનો કરાર ગુમાવવું સિરામિક ઉદ્યોગને જ પડશે તે નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap