પંચમહાલ,મોરવા હડફ : પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાના ઉમરદેવી ગામ ખાતે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતી આયોજીત વિસ્તૃત કારોબારી બેઠકમાં
દાહોદના ગરબાડા વિધાનસભાના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ પોતાના ભાષણમાં વિવાદીત નિવેદન કરતા ચકચાર મચી છે.
પંચમહાલના આદિવાસી સમાજના પ્રભુત્વવાળી મોરવા હડફ વિધાનસભાની આગામી ૧૭ એપ્રિલે પેટાચુટણી યોજાવાની છે.ભાજપ,કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો આ બેઠક જીતવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.કોંગ્રેસનો ગઢ ગણાતી મોરવા હડફ બેઠક પર કોંગ્રેસે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.જેમા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા મોરવા હડફ તાલુકાના ઉમરદેવી ખાતે કારોબારી બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમૂખ અમિતભાઇ ચાવડા સહિત અન્ય કોંગ્રેસના અગ્રણીઓ અને હોદ્દેદારો અને દાહોદ જીલ્લાના ગરબાડા વિધાનસભાના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ હાજર રહ્યા હતા.ચંદ્રિકાબેન પોતાના ભાષણમા બોલી ગયા કે ભાજપવાળા બોગસ મતથી જીત્યા છે, દારૂની પોટલીઓથી જીત્યા છે, મશીનનો ગેરઉપયોગ કરીને જીત્યા છે
ભાજપવાળા જે જીત્યા છે તેમના ઘરે પથ્થર મારો કરવો જોઈએ. ગરબાડા બેઠક પરથી ચંદ્રિકાબેન ને હરાવવા માટે મુખ્યમંત્રી કે ગણપત વસાવા ચુટણીમાંઝંપલાવે તો પણ મારી સામે હારી જાય.
પેટાચુટણી યોજાવાની છે.ત્યારે નેતાઓના આવા નિવેદનો કેટલા યોગ્ય ?તેવુ લોકચર્ચાને સ્થાને છે.
