સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સના દરોડા પડ્યા હાતાં.આ દરોડામાં મોટી સંખ્યામાં જુગારીઓની ધરપકડ થઈ હતી.
રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સના દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સને મળેલી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. રાંદેર પોલીસની હદમાં મસમોટું ચાલતુ જુગારધામ,છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ pcb એસ.ઓ.જી તેમજ સ્થાનિક પોલીસ ની કામગીરી સામે ઉઠ્યા સવાલ છે.
