બિમલ માંકડ : પૂર્વ કચ્છમાં હત્યાનો સિલસિલો યથાવત આ ફેબ્રુઆરી મહિનામાંજ છઠી હત્યાનો બનાવ
પૂર્વ કચ્છમાં હત્યાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો હજીતો પૂર્ણ થયો નથી ત્યાં સુધીમાં છ હત્યાઓના બનાવ બનતા પૂર્વ કચ્છ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગત રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ગાંધીધામના વાવાઝોડા વિસ્તારમાં છપરા નજીક રાત્રે એક યુવકને તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવ્યાની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામના ગણેશ નગર નજીકના વાવાઝોડા વિસ્તારમાં મૃતક નરેશ શામજી બગડા ઉ.વર્ષ.૩૯ ગત રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેના મિત્રો હરેશ સોની, નિલેશ સુંઢા, કાનજી બુચિયા અને સાથે મળીને લાઈટ નીચે ખુલ્લામાં કેરમ રમી રહ્યો હતો તેવામાં નજીકમાજ રહેતો આરોપી પ્રવીણ પુંજા દનીચા ત્યાં આવ્યો હતો અને કેરમ કેમ રમો છો રમવાનું બંદ કરો કહી અપશબ્દો બોલી ઉગ્ર થઈને ત્યાંથી જતો રહ્યો હતો અને થોડી વારમાં આરોપી પ્રવીણ દનીચા છરી લઈને પાછો આવ્યો હતો અને હતભાગી નરેશ બડગા ઉપર જીવલેણ હુમલો કરીને શરીરના પડખામાં ,છાતીમાં અને કાન ઉપર છરીવડે ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના સમયે મૃતકની સાથે રહેલા તેના મિત્રો છોડાવવા વચ્ચે પડતા આરોપીએ તેઓપર પણ હુમલો કર્યો હતો અને નિલેશને માથાના ભાગમાં અને કાનજીને જમણા હાથમાં ઇજાઓ પહોંચાડી હતી અને ઘાયલોને સારવાર અર્થે આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં આ બનાવ અંગે મૃતક નરેશના મોટાભાઈ પૂનમચંદ બગડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ દેસાઈની ટીમે આરોપીને ઝડપી લીધો હતો બનાવ પાછળનું મુખ્ય કારણ જાહેરમાં કેરમ રમીને અન્ય યુવાનોને બગાડી રહ્યાંનું જાણવા મળે છે અને આ બાબત આરોપીને પસંદ ન હતી કેરમ રમવા બાબતે અગાઉપણ તું..તું..મૈં.. મૈં.. સર્જાઈ હતી આ એક મહિનામાં અંજારમાં એ.ટી. એમ.ગાર્ડની હત્યા, ગાંધીધામ પુત્ર દ્વારા માતાની કતલ, તો ગાંધીધામના ગડપાદર ખાતે પત્ની અને પુત્રીની બે દર્દનાક મર્ડર, મોમાંયમોરા ગામે એક મર્ડર કેશ સાથે આ ઘટના સુધી કુલ છ હત્યાઓના બનાવ બની ચુક્યા છે
ગત રાત્રીએ થયેલા યુવાનના મર્ડરની ઘટના પાછળ સત્ય કારણ શું છે તે સંદર્ભે પી.આઈ દેસાઈએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે
