G-20 શિખર સંમેલનનું કોરોના મહામારી પર વધુ ફૉકસ, જાણો શું રહેશે ખાસ

કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા 15મું G-20 શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલન 21 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ચાલશે. આ મહત્વપૂર્ણ સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ રહ્યા છે. આ વખતે G-20 સંમેલનમાં ઘણી બાબતો ખાસ રહવાની છે. આ સંમેલનથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ છે…

સંમેલનની થીમ શું છે?

આ વખતની G-20 શિખર સંમેલનની થીમ છે: ’21 મી સદીમાં બધાને તકો પ્રદાન કરવા’. આ શિખર સંમેલન 21 નવેમ્બર અને 22 નવેમ્બરના રોજ ઓનલાઇન યોજાશે.

આ સંમેલનની અધ્યક્ષતા સાઉદી અરબ સુલતાન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ-સઉદ કરશે. આ શિખર સંમેલનને સમગ્ર ધ્યાન કોરોના વાયરસ મહામારીનો પ્રભાવ, ભવિષ્યની સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાઓ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાના પગલાઓ પર કેન્દ્રિત રહેશે.

G-20 શું છે?

G-20ની સ્થાપના 1999મા કરવામાં આવી હતી. G-20 સમૂહમાં અમેરિકા,આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. સ્પેન આ સમૂહનો એક એવો સભ્ય છે, જેને દર વર્ષે વિશેષ આમંત્રણ આપવામાં આવે છે.

સંમેલનમાં ઘણા મોટા નેતાઓ સામેલ થશે

શક્તિશાળી સમૂહનું આ શિખર સંમેલન 1930 ના મહામંદી બાદની સૌથી ખરાબ વૈશ્વિક મંદીની વચ્ચે થઈ રહ્યું છે. સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને સમૂહના અન્ય સભ્ય દેશોના નેતાઓ ઉપસ્થિત રહેશે.

ભારત માટે શું ખાસ હશે?

આ સંમેલનમાં ભારત તેની પ્રાથમિકતાઓને સામે રાખવાનું ચૂકશે નહીં. ભારત આતંકવાદ વિરુદ્ધ સહકાર, ઉર્જા સુરક્ષા, નાણાકીય સ્થિરતા, ડબ્લ્યુટીઓ સુધારણા, ખાદ્ય સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં વિશ્વના દેશો વચ્ચે સહમતિ બનાવવા માટે પ્રયાસ કરશે. આ પહેલા પીએમ મોદી શાંઘાઈ સહકાર સંગઠન અને બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદ પર જોરદાર પ્રહાર કર્યા હતા અને આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને મદદ કરતા દેશો પર કડક કર્યાવાહી કરવાની હાકલ કરી હતી.

આ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે

•આ સંમેલનમાં તમામ દેશો માટે જલવાયુ પરિવર્તન પણ મહત્વનો મુદ્દો બનશે. ક્લાઈમેટ ટ્રાન્સપોરેન્સીની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, G-20 દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે જે હવામાન પરિવર્તનની અસરોને ઘટાડવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ તત્પર છે.

•આ સંમેલનમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને નોકરીઓ પરના સંકટને દૂર કરવા પગલાં લેવામાં આવશે.

•વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે આ વખતે G-20 સંમેલન ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ કોન્ફરન્સ દરમિયાન નેતાઓને કોરોના મહામારીની સારવાર કરવાની અને વિશ્વભરમાં રસીની સમાન પહોંચાડી સુનિશ્ચિત કરવાની ઘણી સારી તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap