ભાગેડુ નિત્યાનંદે પોતાના કથિત દેશ ‘કૈલાશા’ માટે વિઝા અને ફ્લાઈટની જાહેરાત કરી, જાણો શું છે સમગ્ર મામલો

ભારત છોડીની ભાગી ગયેલા દુષ્કર્મના આરોપી નિત્યાનંદે એક વર્ષ પહેલા પોતાનો એક અલગ જ દેશ બનાવવાનો દાવો કર્યો હતો. નિત્યાનંદ ઇક્વાડોરથી એક પ્રાઈવેટ ટાપુ ખરીદ્યા બાદ નિત્યાનંદે તેનું નામ ‘કૈલાસા’ રાખ્યું હતું. હવે ભાગેડુ નિત્યાનંદે પ્રવાસીઓ માટે ત્રણ દિવસના સ્પેશ્યલ વિઝા આપવાની જાહેરાત કરી છે.

પોતાના ફેસબુક પેજ પરના એક વીડિયોમાં નિત્યાનંદે કહ્યું હતું કે, તેના ‘દેશ કૈલાસા’ સુધી પહોંચવા માટે પહેલા લોકોએ ઓસ્ટ્રેલિયા જવું પડશે. ઓસ્ટ્રેલિયાથી ‘કૈલાશા વિઝા ધારકોને’એક ખાનગી ચાર્ટર્ડ ફ્લાઇટ ‘ગરુડા’થી આ આઈલેન્ડ પર લઈ આવાશે.

નિત્યાનંદે લોકોને ત્રણ દિવસથી વધુ ‘કૈલાશા’માં ન રહેવાની અપીલ કરી છે. તેમણે પોતાના વીડિયોમાં કહ્યું છે કે આ સમય દરમિયાન લોકોને ‘પરમ શિવ’નાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.

નિત્યાનંદે કહ્યું હતું કે, હવે તમે કૈલાશાના વિઝા માટે એપ્લાઈ કરવાનું પ્રારંભ કરી શકો છો. તમારે જાતે જ ઓસ્ટ્રેલિયા પહોંચવું પડશે. ત્યાંથી કૈલાસાની પોતાની ચાર્ટર્ડ ફ્લાઇટ સેવાઓ છે. કૃપા કરીને ત્રણ દિવસથી વધુ સમય માટે વિઝા માટે માંગ કરવી નહીં. કૈલાશા કોઈપણને ફક્ત ત્રણ દિવસ માટે રાખી શકે છે.

‘મફત રહેવાની સુવિધા’

ભાગેડુ નિત્યાનંદે જણાવ્યું હતું કે, કૈલાશામાં લોકોને નિ:શુલ્ક રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે. તેમણે કહ્યું, “લોકોને ત્રણ દિવસ રોકાવાની અને ખાવાની સુવિધા મફત હશે. તમારે ઓસ્ટ્રેલિયા સુધી વ્યવસ્થા કરવી પડશે અને ત્યાર બાદ અમારી સંસ્થા કૈલાસાથી આવવા માટેની વ્યવસ્તા અમારી સંસ્થા કરશે.”

કોવો છે નિત્યાનંગનો દેશ ?

નિત્યાનંદ પ્રાઈવેટ આઈલેન્ડ પર બનાવેલો પોતાનો અલગ દેશ માટે નેશનલ ફ્લેગ,નેશનલ એનિમલ, નેશનલ બર્ડ,નેશનલ ફ્લાવર અને નેશનલ ટ્રીની પણ જાહેરત કરી છે. એટલુ જ નહીં વબસાઈટ પર નિત્યાનંદે પોતાના દેશને અલગ વિધાન, અલગ સંવિધાન અને સરકારી માળખાની પણ માહિતી આપી છે. નિત્યાનંદે આ આઈલેન્ડને હિન્દુ સંપ્રભુ રાષ્ટ્ર જાહેર કર્યો છે.

પોતાના અનુયાયિઓની સાતે દુષ્કર્મન અને બાળકોની ઉઠાતરી કરનાર આરોપી નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે.નવેમ્બરમાં 2019માં ગુજરાત પોલીસે આ મહિતી આપી હતી.

અમદાવાદ ગ્રામીણ પોલીસ અધીકારી એસવી અંસારીએ જણાવ્યું હતું કે,નિત્યાનંગ દેશ છોડીની ભાગી ગયો છે અને જો જરૂર પડી તો ગુજરાત પોલીસ ઉચ્ચ માધ્યમથી તેની ધરપકડ કરી શકે છે. નિત્યાનંદ કર્નાટકમાં પોતાની વિરૂદ્ધ દુષ્કર્મ કેસ નોંધાયા બાદ દેશ છોડીને ભાગી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap