કોરોના વાયરસને લગતા મોટા સમાચાર ફ્રાંસથી આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને કોરોના સંક્રમિત થયા છે. એલિસી પેલેસે ગુરુવારે એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વાયરસના પ્રથમ લક્ષણો રાષ્ટ્રપતિ મેક્રોનમાં જોવા મળ્યાં છે. જે બાદ તેના માટે પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હાલની હેલ્થ ગાઈડલાઈન દરેકને લાગુ પડે છે, તેથી રાષ્ટ્રપતિ પોતે સાત દિવસ માટે આઈસોલેટ રહેશે. તેઓ તેમનું કામ ચાલુ રાખશે અને દૂર રહિને બધી પ્રવૃત્તિ કરશે.”
હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે તેને કોરોના વાયરસથી કેવી રીતે સંક્રમિત થયા છે, પરંતુ તેમની કાર્યાલયે કહ્યું કે, જે લોકો તેમની સાથે સંપર્કમાં હતા તેઓની ઓળખ કરવામાં આવી રહી છે.
જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, ફ્રાંસમાં અત્યાર સુધીમાં લગભગ 60 હજાર લોકો કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે. સાથે સંક્રમિત લોકોની સંખ્યા આશરે 24 લાખ છે.
સમંગ્ર વિશ્વની વાત કરીએ તો, કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 7.4 કરોડને વટાવી ગઈ છે, જ્યારે સંક્રમણને લીધે થતાં મૃત્યુની સંખ્યા 16.4 લાખને પાર પહોંચી ગયા છે. ગુરુવારે જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
