ભાવનગર: લોન અપાવવાના બહાને ઓરિજિનલ ડોકયુમેન્ટ મેળવી તેના પર GST નંબર મેળવી સાડા છ કરોડનો વેપાર કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંઘાણી, ગમે ત્યાં બીલ કૌભાંડ ખુલ્લે તેનો છેડો ભાવનગરને અડતો હોય છે બીલ કૌભાંડમાં ભાવનગર એ.પી સેન્ટર બની રહ્યું છે.
ભાવનગરના કુંભારવાડા માઢીયારોડ મહંમદી પાછળ અપનાનગરમાં રહેતાં મહંમદબીન સૈયદભાઇ કથીરી આરબ નામના 66 વર્ષિય મુસ્લીમ નિવૃત્ત વૃઘ્ઘે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પહેલાં સાંઢીંયાવાડમાં રહેતાં હતાં ત્યારે સામે આરબ જમાતનાં મકાનમાં મોહિનમીયા મહંમદમીયા સૈયદ તેનાં પરિવાર સાથે રહેતો ત્યાર પછી અમે કુંભારવાડા રહેવા જતાં રહેલ આશરે અઢી વર્ષ પહેલાં મોહિનમીયા મહંમદમીયા રહે, આરબ જમાના મકાનમાં સાંઢીવાડ મફતનગર વાળો મારા ઘરે આવેલ તેણે મને વાત કરેલ કે તમો ઉંમરલાયક છો, હાલી શકતાં નથી એટલે હું તમને લોન લેવી હોય તો રૂપિયાની લોન મંજુર કરાવી આપીશ મારે રૂપિયાની જરૂર હોવાથી મે તેને રૂપિયા પચાસ હજારની લોન લેવી છે.
તેમ વાત કરતાં તેણે મારી પાસે મારા ઓરીજનલ આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ અને ફોટો માંગેલ જેથી આ મોહિનમીયાં મારા ખુબ જ જાણીતાં હોવાથી અને જ્ઞાતિમાં ઈજ્જત થતી હોવાથી મે મારા ઓરીજનલ ડોકયુમેન્ટ મોહિનમીયાંને આપી દીધેલ ત્યાર પછી ત્રણ-ચાર મહિના સુધી લોન પાસ થયેલ નહિ હોવાથી મે મોહિ મીયાંનો મોબાઈલ ઉપર ફોન કરી લોનની વાત કરેલ તો તેણે મને કહેલ કે તમારી લોન થોડાં સમયમાં મંજુર થઇ જશે તેમ કહેલ પછી તે મારા આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ ઓરીજનલ ડોકયુમેન્ટ પાછા આપી ગયેલ ત્યાર પછી તા.16 /6 /2020 નાં રોજ કેન્દ્રીય વસ્તુ સેવા કર અધિક્ષકની ઓફિસ તેલ ઘાણી કેન્દ્ર , ભાવનગર તરફથી મને એક અંગ્રેજીમાં નોટીસ મળેલ જે મારા સાળાનાં છોકરાની છોકરી પાસે વંચાવતાં G.S.T. વિભાગ તરફથી નોટીસ આવેલા હોવાનું અને મારા નામે કોઇ કંપનીનો G.S.T. નંબર લીધેલ હોવાની વાત કરેલ પછી હું G.S.T. વિભાગની ઓફિસે ગયેલ ત્યારે મને જાણવા મળેલ કે, મારા નામે GST નંબર લેવામાં આવેલા છે.
પછી મેં મોહિનમીયાંને ફોન કરી મારા ઘરે બોલાવી મારા નામે G.S.T.ની નોટીસ આવેલ હોવાની વાત કરતાં તેણે મને ઉડાઉ જવાબ આપેલ કે આવી નોટીસથી કાંઇ થાય નહિ , તમે ચિંતા નહિ કરો હું બધું પતાવી દઇશ, ત્યારે પછી મને તેની ઉપર વિશ્વાસ રહ્યો નહિ હોવાથી મે પોલીસમાં અને G.S.T. વિભાગને આ G.S.T. નંબર મે લીધેલું નહિ હોવા અંગે અરજીઓ પણ કરેલ આ અરજીથી મારા નામે લેવામાં આવેલ G.S.T. નંબર G.S.T , વિભાગે કેન્સલ કરી નાખેલ હોવાની મને વાત કરેલ ત્યાર પછી મે મારા ભાઈનાં દિકરા વસીમ કાદરભાઇને જી.એસ.ટી. નોટીસ બતાવતો તેણે કોઇ જાણીતાને પુછપરછ કરતાં મારા G.S.T. નંબરના નામે રૂ .૬,૫૦,૦૦,૦૦૦ / – જેટલી રકમનો વેપાર થયેલ હોવાની વાત કરેલ, આમ મોહિનમીયાં મહંમદમીયાં સૈયદએ એમને લોન અપાવવાના બહાને એ મારી પાસેથી ઓરીજનલ ડોકયુમેન્ટ મેળવી કોઇ પણ રીતે મારા નામે ખોટી રીતે G.S.T. નંબર મેળવી તેમાં વેપાર કરી અમારા ઓરીજનલ ડોકયુમેન્ટનો દુરૂપયોગ કરી અમારી સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ નોંધાવતાં ભાવનગર ડિ.ડીવીઝન પોલીસે આઈ.પી.સી ની કલમ 406,420 મુજબ ગુનો નોંધી આગળની વધું તપાસ હાથ ધરી છે.
