31stમાં મોજ કરાવે એ પહેલા જ વોન્ટેડ બુટલેગર સહિત ચાર શખ્સો દોઢ લાખના દારૂ સાથે ઝડપાયા !

વિનય પરમાર, રાજકોટ: શહેરમાં થર્ટી ફર્સ્ટ ટાણે બેફામ બનેલા બુટલેગરો ઉપર વોચ રાખવાની સુચના અન્વયે ડીસીબીની ટીમે પાંચ મહિના દારૂના ગુનામાં વોન્ટેડ બુટલેગરને 60 બોટલ સાથે દબોચી લીધો છે. જ્યારે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે 19 હજારનો દારૂ લઇ નીકળેલા ઇમીટેશનના ધંધાર્થીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તાલુકા પોલીસે બે દરોડા પાડી 25 બોટલ દારૂ સાથે બેને ઝડપી લઇ બેની શોધખોળ હાથ ધરી છે. કુલ 4 દરોડામાં પોલીસે 99 બોટલ દારૂ, કાર અને બાઈક સહીત 1,80,200 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

ગોંડલ ચોકડીએથી કારમાં 19 હજારનો દારૂ લઈને નીકળેલો ઇમીટેશનનો ધંધાર્થી ઝડપાયો

પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન વિજેન્દ્રસિંહ ઝાલા અને મહમદ અઝરુદીન બુખારીને મળેલી બાતમી આધારે ઝહીરભાઈ ખફીક સહિતના સ્ટાફને સાથે રાખીને ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી મારુતિ ઝેન પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 19 હજારનો 14 બોટલ દારૂ મળી આવતા પોલીસે કારચાલક મૂળ રાજસ્થાનના અજમેરના ચાંગચિતારના સુંદરનગરના અને હાલ પેડક રોડ ગણેશ કોમ્પ્લેક્ષમાં રહેતા રાજેશ ભંવરલાલ પ્રજાપતિ નામના કુંભાર શખ્સની ધરપકડ કરી દારૂ અને કાર સહીત 89 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં પોતે ઇમીટેશનનો ધંધો કરતો હોવાનું અને રાજસ્થાનથી તેનો ભાઈ આવ્યો તે આપી ગયો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

31stમાં મોજ કરાવે એ પહેલા જ વોન્ટેડ બુટલેગર સહિત ચાર શખ્સો દોઢ લાખના દારૂ સાથે ઝડપાયા !

ડીસીબીએ પાંચ મહિનાથી દારૂના કેસમાં વોન્ટેડ બુટલેગર 60 બોટલ સાથે ઝડપાયો

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ વી સાખરા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ઉમેશભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા અને ભગીરથસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે જશરાજનગરમાંથી 5 મહિના પૂર્વે ડીસીબીમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા મનીષ ઉર્ફે બાલી દામજીભાઇ કાનપરા નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો ત્યાંથી દારૂની 60 બોટલ મળી આવતા 25600નો દારૂ કબ્જે કરી અગાઉના ગુનામાં પણ ફરાર હોય તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

તાલુકા પોલીસે બે દરોડામાં 25 બોટલ દારૂ સાથે બેને દબોચી લીધા

શહેર તાલુકા પીઆઇ જે વી ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન ડી ડામોર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મનીષભાઈ સોંઢીયા, ધર્મરાજસિંહ રાણા અને હરસુખભાઇ બારડને મળેલી બાતમી આધારે મવડી બાપા સીતારામ ચોકમાંથી બાઇકમાં નીકળેલા બે શખ્સોને અટકાવી જડતી લેતા તેની પાસેથી દારૂની 10 બોટલ મળી આવતા નામઠામ પૂછતાં રવિ ચેતનભાઈ સોલંકી અને પ્રદીપ ભરતસિંહ જાડેજા હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી દારૂ, બાઈક, ફોન સહીત 60 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો અને અજય રાઠોડનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે તેમજ બીજો દરોડો નાના મૌવા ગામમાં કાળા કલરના ડેલામાં પાડ્યો હતો ત્યાંથી દારૂની 15 બોટલ મળી આવતા 6000 રૂપિયાનો દારૂ કબ્જે કરી હાજર નહિ મળી આવેલા દિવ્યરાજસિંહ ઉર્ફે કાનો દિલીપસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap