બહુચર્ચિત પોલીસ સંચાલિત જુગારધામમાં થઈ આવી કાર્યવાહી

રવિ નિમાવત, મોરબી: માળિયામાં પોલીસની રહેમ નજર જ નહી પોલીસ દ્વારા સંચાલિત જુગારધામ પર ૧૫ દિવસ પૂર્વે આર આર સેલની ટીમે દરોડો કર્યો હતો. ત્યારે માત્ર જુગાર જ નહી જુગારધામમાંથી દારૂ અને હથિયારો અને જીવતા કાર્ટીસ ઝડપાયા હોય જે રેડ બાદ માળિયા પોલીસના કર્મચારીઓ પર તબાહી બોલાવવામાં આવી છે અને ચાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે પંચાસર વાળો માળિયાના ખીરસરા નજીક પોતાના કબ્જા ભોગવટાની જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોય જેથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આર આર સેલની ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬,૭૬,૩૪૦ અને ૭ મોબાઈલ કીમત રૂ ૨૦,૦૦૦ સહીત કુલ રૂ ૬,૯૬,૩૪૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો એટલું જ નહી સ્થળ પરથી ઈંગ્લીશ દારૂ અને બીયર મળ્યો હતો. તો એક પિસ્ટલ અને રિવોલ્વર ઉપરાંત ૫૬ કાર્ટીસ મળી આવ્યા હતાં.

રાજકોટ રેંજની ટીમે કરેલી રેડમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને જુગાર તેમજ દારૂ અને હથિયાર મામલે પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય જેની ગાજ માળિયા પોલીસના કર્મચારીઓ પર વરસી છે માળિયા પોલીસમાં ફરજ બજાવતા વિજયદાન ગઢવી, વિપુલભાઈ ફૂલતરીયા, શૈલેશ રબારી અને જયદેવસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તો એક જ પોલીસ મથકના ચાર કર્મચારીઓ સામે કાર્યવાહીને પગલે પોલીસબેડામાં આ મુદો ખુબ ચર્ચાય રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap