COVID-19થી મૃત્યુ માટે ચાર બીમારીઓ જવાબદાર, વાંચો આ રિપોર્ટ

ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે કેન્સર, ક્રોનિક કિડની ડિસીઝ, ડાયાબિટીઝ અને હાયપરટેન્શનએ COVID-19થી મૃત્યુ માટે જવાબદાર ચાર મુખ્ય સહ-રોગો છે.

સમાચાર એજન્સી સિંહુઆના રિપોર્ટ અનુસાર, 14 દેશોના 3,75,859 સહભાગીઓના ગ્લોબલ ડેટા વિશ્લેષણ બાદ યુનિવર્સિટી સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે, આંકડાકીય રીતે ક્રોનિક કિડની ડિસીઝ તેમાં સૌથી ઉપર છે.

તેઓએ એવું પણ શોધી કાઢ્યું કે કોવિડ -19 દર્દીઓના મૃત્યુમાં હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા અને ડાયાબિટીઝની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

જોકે, ડાયાબિટીઝ અને હાઈ બી.પી.ની તુલનામાં મેદસ્વીપણાથી કોરોનાથી મૃત્યુનું જોખમ વધતું નથી.

સ્ટડીના મુખ્ય લેખકોમાંના એક એડમ ટેલરે જણાવ્યું હતું કે, “કોવિડ -19ના ગંભીર પરિણામો માટે અન્ય રોગોને દોષી ઠેરવવામાં આવ્યા છે, પરંતુ તે રોગ કેટલી અસર કરે છે તે ચર્ચાનો વિષય છે.”

“અમે અમારા વૈશ્વિક અધ્યયનના બધા કોમ્બિડિટીઝને કવર કર્યા છે, જે કોવિડ-19 દર્દીના મૃત્યુ તરફ દોરી જાય છે. આ અધ્યયનમાંથી અમે કોવિડ -19 માટે ઉચ્ચ જોખમ પેદા કરે છે તે વિશિષ્ટ કોમર્બિડિટીઝ શોધી શક્યા.”

મુખ્ય લેખક પ્રો. સુરેશ મહાલિંગમે કહ્યું કે કોવિડ -19 ક્લોટ્સ સાથે સંકળાયેલું છે, તેથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝના દર્દીઓ વધારે જોખમમાં હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap