પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મોટી સંખ્યામાં સમર્થકો અંતિમ વિદાઈ આપવા પહોંચ્યા

પંચમહાલ: જિલ્લાના મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું લાબી માંદગીને કારણે અવસાન બાદ સ્થાનિક રાજકારણમાં શોક વ્યાપી ગયો હતો. મોરવા હડફ તાલુકાના વીરણીયા ગામ ખાતે જ તેમના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. તેમના પાર્થિવદેહને તેમના ઘરે લાવતાની સાથે પિતા વેચાત ખાંટ તેમજ પરિવારજનોમાં રોકકળનું સામ્રાજ્ય વ્યાપી ગયુ હતું.

પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મોટી સંખ્યામાં સમર્થકો અંતિમ વિદાઈ આપવા પહોંચ્યા

કોંગ્રેસના અગ્રણીઓ તેમજ તેમના સર્મથકો અંતિમ વિદાઈ આપવા પહોચ્યા હતા. જિલ્લા પ્રમૂખ અજીતસિંહ ભટ્ટી તેમજ શહેરા તાલુકાના અગ્રણી તખતસિંહ સોલંકીએ ભુપેન્દ્રસિંહના પાર્થિવદેહને કાંધ આપી હતી. તેમના ગામના જ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap