ગોધરા: માજી રેલરાજ્યમંત્રીએ કૃષિબીલને લઈને આપ્યું આવુ નિવેદન

વિજયસિંહ સોલંકી, પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે આવેલા કોંગ્રેસ મુખ્યાલય ખાતે કૃષિબિલ કાયદાની સામે જનજાગૃતિ લાવવાના વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું. જેમા છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલરાજ્યમંત્રી નારણભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમને કૃષિબીલના કાયદાને ખેડૂત વિરોધી ગણાવ્યો હતો.

ગોધરામા વિશ્વકર્મા ચોક ખાતે આવેલા કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યાલય ખાતે કોંગ્રેસ નેતા નારણભાઈ રાઠવા આવ્યાં હતાં. જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી દ્વારા સ્વાગત કરવામા આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમા તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માટે જે ત્રણ બીલ પાસ કરવામાં આવ્યા છે. જે ખેડૂતો માટે અન્યાય કર્તા છે. દિલ્લીમાં હરીયાણા પંજાબ સહિતના રાજ્યોના ખેડૂતો ધરણા પર 26 દિવસથી બેઠા છે. તેમના સમર્થનમા તેમણે ન્યાય મળે તે માટે પત્રકાર પરિષદનુ આયોજન કરવામા આવ્યુ છે. જેથી ખેડૂતો અને આમ જનતાને ખ્યાલ આવે. તેમણે ઉમેર્યુ કે આ કાળો કાયદો છે. જ્યારે અમલ થશે ત્યારે લાબા ગાળે તેની અસર થવાની છે.

ખાસ કરીને ખેડૂતોને MSP અને લોકોને મીનીનમ સપોર્ટ પ્રાઇઝ મળવા જોઈએ તે મળવાના નથી.ખાસ કરીને જે સહકારી માળખુ બજાર સમિતીઓ,સહકારીબેંકો,સૂગરમિલો,કોટન
મિલો, કોટન ખરીદી કરતી સંસ્થાઓને અસર થશે. આ પ્રાઇવેટ કોર્પોરેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપતો કાયદો છે. ખેડૂતોને ન્યાય મળે તેવો નથી. વધુમાં દિલ્હીમા આંદોલન કરતા ખેડૂતોના સર્મથનમાં તેમણે ઉમેર્યુ કે, આંદોલન કર્તા ખેડૂતોને આ કાયદાથી તેમના પર શું જોખમ ઉભુ થવાનુ છે. તેની ખબર છે. આથી તેનો ખ્યાલ રાખીને તેઓ આદોલન કરી રહ્યા છે. આ કાયદાથી આમ જનતા પણ મુશ્કેલીમાં મુકાશે. ખેડૂત સંગઠન સાથે બેસીને ખેડૂતોના હિતમા કાયદાનો સુધારો કરવો જોઈએ.

અન્ય રાજ્યો સિવાય ગુજરાતમા આ ખેડૂત આંદોલનની અસર વિશેના પ્રશ્નના જવાબમાં નારણભાઇ રાઠવાએ ઉમેર્યું કે “સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાતમા મીઁટીગ થઈ છે. પણ હજી આ બાબતનો ખેડૂતોને ખ્યાલ આવતો નથી. તેવુ મને લાગે છે. જ્યારે અમલ થશે તેની અસર થશે. ભણેલા ગણેલા ખેડૂતોને આનો ખ્યાલ આવી ગયો છે અને કેટલાક ખેડૂતો દિલ્હીમાં તુટક તુટક જઈ રહ્યાં છે. પણ હાલ કોરોનાની મહામારીનો પણ ખેડૂતોમાં ભય છે. હાલ વિરોધ શેનો ચાલી રહ્યો છે. તેની ખેડૂતોને ખબર પડી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap