મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું નિધન,સ્થાનિક રાજકરણમાં શોકનો માહોલ

પંચમહાલ: જિલ્લાના મોરવા હડફના પુર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું લાબી માંદગી બાદ અવસાન થયુ છે. અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં તેમનુ અવસાન થયા હોવાની સુત્રો પાસેથી જાણકારી મળી છે. તેમના અવસાનને પગલે તેમના માદરે વતન વીરણીયા ગામમાં પણ શોક વ્યાપી ગયો છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ બેઠક પરથી તેઓ ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમને ઉમેદવારી ફોર્મમા રજુ કરેલુ પ્રમાણપત્ર ખોટુ હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામા આવ્યો હતો. જેને લઇને તેમનુ ધારાસભ્ય પદ રદ કરવામા આવ્યુ હતું.

મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું નિધન,સ્થાનિક રાજકરણમાં શોકનો માહોલ

પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને તૈયારી કરી રહ્યુ હતું. તે સમયે તેમને મોટી રાજકીય ખોટના સમાચાર આવ્યા છે. આદિવાસી પ્રભૂત્વવાળી મોરવા હડફ વિધાનસભાના પુર્વ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું અવસાન થયુ છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ તેઓ મહિનાઓથી બિમાર હતા. તેમને સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવાતા હતાં, તે સમયે રસ્તામાં જ અવસાન થયુ હતું. તેમના અવસાનને પગલે તેમના માદરેવતન વીરણીયામા તેમજ પંચમહાલ કોંગ્રેસમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. પંચમહાલ જિલ્લા કોંગ્રેસે પણ તમામ કાર્યક્રમો રદ કર્યા છે.

અપક્ષ ધારાસભ્ય તરીકે જીતી અપસેટ સર્જ્યો હતો

ભુપેન્દ્રસિંહ ખાંટ પોતે રાજકીય પરિવારમા આવતા હતા. તેમના પિતા વેચાત ખાંટ પોતે કોંગ્રેસના આગેવાન નેતા છે.૨૦૧૯માં તેઓ પંચમહાલ લોકસભા પરથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી હારનો સામનો કરી ચુક્યા છે. તેમની માતા સવિતાબેન ખાંટ પણ ૨૦૧૨મા મોરવા હડફ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ તરફથી જીત્યા હતા. પરંતુ જે દિવસે પરિણામો જાહેર થયા તે સાજે વિજય સરઘસ વખતે તેમનુ અચાનક અવસાન થયુ હતું. મોરવા હડફ બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવનારી બેઠક છે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા ટીકીટના આપવામા તેમને અપક્ષ ઉમેદવારી મોરવા હડફ બેઠક પરથી નોધાવી હતી. તેમને ભાજપના વિક્રમ ડીડોરને હરાવ્યા હતા. આદિવાસી સમાજમા સારી એવી લોકચાહના ધરાવતા ભુપેન્દ્રસિંહ મળતાવડા સ્વભાવના હતા. તેઓ હમેશા પોતાના વિસ્તારના લોકોની સમસ્યાને સાભળીને તેનો નિકાલ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા.

જાતિનુ પ્રમાણપત્ર ખોટુ હોવાના આક્ષેપ બાદ ધારાસભ્ય પદ રદ કરાયુ હતું

૨૦૧૭મા મોરવા હડફ વિધાનસભાની બેઠક પરથી જીત્યા બાદ તેમની પર આક્ષેપ લગાવામા આવ્યો કે તેમને જાતિનુ ખોટુ પ્રમાણપત્ર રજુ કરીને અનામત બેઠકનો લાભ લીધો છે. જેને લઈને વિવિધ રજુઆતો કરવામા આવી હતી. તેમનુ ધારાસભ્ય પદ રદ કરી દેવામા આવ્યુ હતુ. આ મામલે કોર્ટમા પણ કેસ ચાલી રહ્યો હતો. તેમના અવસાનને પગલે ખાલી પડેલી મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની યોજાય તેવી શક્યતાઓ પણ લાગી રહી છે. તેમના અવસાનથી પંચમહાલ કોંગ્રેસને ખોટી ખોટ પડી છે. તેમના અવસાનને પગલે પંચમહાલ કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી,અન્ય કોંગ્રેસના હોદ્દેદારો તેમજ ભાજપના પુર્વ ધારાસભ્ય રહી ચુકેલા નિમીષાબેન સૂથારે પણ સંવેદના વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap