ICIC બેંકના પૂર્વ CEO ચંદા કોચરને મુંબઈની સ્પેશ્યલ કોર્ટે જામીન આપી દીધા છે. ICIC બેંક-વીડિયોકોન મની લોન્ડરિંગ કેસમાં ચંદા કોચર મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં હાજર થયા હતાં.
જણાવી દઈએ કે વર્ષ 2009માં ચંદા કોચરે ICICના સીઈઓ તરીકે પદ સંભાળ્યું હતું. 2011માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપોનો સામનો કરીને કોચરે વર્ષ 2018માં તેમનું પદ છોડી દીધું હતું.
આ કેસમાં મુખ્ય આરોપ એ છે કે 1 મે, 2009ના રોજ ICIC બેંકના સીઈઓ બન્યા બાદ ચંદા કોચર વિડીયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતની કંપનીઓ માટે અનિયમિત લોન મંજુર કરી હતી, જ્યારે ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરને તેના બિઝનેસ લાભ આપ્યો હતો.
બેંક દ્વારા નિર્ધારિત ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથ સાથે જોડાયેલી કંપનીઓને 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હોવાના આક્ષેપ પર સીબીઆઈએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક તપાસ દરમિયાન વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ગ્રુપ સાથે સંકળાયેલી અન્ય ચાર કંપનીઓને જૂન 2009થી ઓક્ટોબર 2011 ની વચ્ચે રૂ. 1,875 કરોડની 6 લોન મંજૂર કરવામાં આવી હતી, એમ મીડિયા રિપોર્ટ્સ સંબંધિત અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે.
બેંક દ્વારા નિર્ધારિત ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથ સાથે જોડાયેલી કંપનીઓને 3,250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હોવાના આક્ષેપ પર સીબીઆઈએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક તપાસ દરમિયાન વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ગ્રુપ સાથે સંકળાયેલી અન્ય ચાર કંપનીઓને જૂન 2009 થી ઓક્ટોબર 2011 ની વચ્ચે રૂ. 1,875 કરોડની 6 લોન મંજૂર કરવામાં આવી હતી, એમ મીડિયા રિપોર્ટ્સ સંબંધિત અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે. આપવા માં જાહેર કરવામાં આવ્યા હતા.
ન્યાયમૂર્તિ બી.એન. શ્રીકૃષ્ણ સમિતિ, જેણે ચંદા કોચર પરના આરોપોની તપાસ કરી હતી, તે જાણવા મળ્યું હતું કે તેઓએ વિડીયોકોનને લોન આપવાના મામલામાં હિતોના વિવાદના મામલામાં અને જવાબદારીઓ નિભાવવામાં બેંકની આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ લોનનો એક ભાગ તેના પતિ દીપકની માલિકીની કંપનીને આપવામાં આવ્યો હતો.
