ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની કાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ પૂર્મ ઘટના લાલસોટ કોટા મેગા હાઈ-વે પર સુરવાલ થાના પાસે બની છે. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ટીમ ઈન્ડિયના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભોર જઈ રહ્યો હતો.
માહિતી અનુસાર, પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીનની ચાલુ કારે ટાયર નિકળી જવાને કારણે કાર અનિયંત્રિત થઈ ગઈ હતી અને ત્યાં રસ્તાની બાજુના ઢાબામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં અઝહરુદ્દીન અને તેના પરિવારને કોઈ ઇજા પહોંચી ન હતી, પરંતુ ઢાબા પર કામ કરતો યુવાન ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ ભયાનક અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે કારમાં ખુબ મોટુ નુકસાન થતા અઝહરુદ્દીને બીજી કાર મંગાવીને હોટલ પહોંચ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી છે,ઘટનામાં ઢાબા પર કામ કરતા યુવક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
