વડોદરા: કોંગ્રેસના પૂર્વ સાંસદ અને અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સત્યજીત ગાયકવાડને માસ્કના દંડ વસુલવા બાબતે વિવાદ થતા નવાપુરા પીએસઆઇ લાફા ઝીંક્યા હોવાની ઘટના બુધવારે રાત્રે સામે આવી હતી.
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના પૂર્વ સાંસદની બહેનને માસ્કના મામલે ફટકારેલા દંડની પાવતી પોલીસ પાસે ન હોવાથી બન્ને વચ્ચે વિવાદ થતાં મામલો ઉગ્ર બની ગયો હતો. નવાપુરા પીએસઆઇ ડી.એસ.પટેલે સત્યજીત ગાયકવાડ લાફા ઝીંકી દીધો હતો.
કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ આરોપ છે કે, પોલીસે ઘરે પહોંચી ધમકી આપી હતી અને આ મામલે તેઓ પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી છે. પીએસઆઇ સામે કાર્યવાહી કરવા ગાયકવાડે માંગ કરી છે.
