ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં 25 નવેમ્બરના રોજ પ્રથમ મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. મેચને લઈને બંને ટીમોના ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમય બાદ ભારત-ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો આમને-સામને આવશે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું હતું કે,બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ ત્રણ મેચોમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં મોટો શૂન્ય છોડી દેશે.
કોહલી 17 ડિસેમ્બરથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં હાજર થયા બાદ પોતાના પ્રથમ બાળકના જન્મ માટે એડિલેડથી ઘરે પરત ફરશે. જોકે તે વન-ડે અને T-20 શ્રેણીનો ભાગ બનશે. 27 નવેમ્બરથી વન-ડે શ્રેણી શરૂ થશે. ઇએસપીએનક્રિઇન્ક્ફોએ ચેપલને ટાંકતાં કહ્યું કે, “જ્યારે કેપ્ટન કોહલી પ્રથમ ટેસ્ટ પછી તેના પ્રથમ બાળકના જન્મ માટે પાછા ફરશે, ત્યારે ભારતને પસંદગીને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડશે.”
આ ભારતીય બેટિંગ લાઇન-અપમાં મોટો શૂન્ય પેદા કરશે અને તેની જગ્યાએ આવતા ખેલાડીને તેની પ્રતિભા બતાવવાની અને નામ કમાવવાની તક પણ આપશે. તેમણે કહ્યું, ‘અમને એક રસપ્રદ મેચ તરફ દોરી જવાની નિર્ણાયક પસંદગી પ્રક્રિયા છે. પરિણામ બતાવશે કે બહાદુર પસંદગીકારો કોણ છે.’
