ACBનો સપાટો, વનનિભાગના બીટગાર્ડ 22,500ની લાંચ લેતા ઝડપાયા

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે પથ્થરોને ફેકટરીમા વેચીને વ્યવસાય કરનારા ઈસમને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કર્મચારી વનવિભાગમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, એસીબીએ 22.500 રુપિયાની લાંચ લેતા તમામને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, સાથે જ આ લાંચ લેવાના મામલામા અન્ય એક વનવિભાગના કર્મચારી પણ સામેલ હોવાથી ગુનો નોધાયો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુણવંતસિંહ મંગળસિંહ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર, દ્વારા રોજ ડમ્પરો રોકી રૂ.૬૦,૦૦૦ ની માંગણી કરી હતી. બાદમા રકઝક કરી અંતે સ્થળ ઉપર 25000 રુપિયા લીધા હતા.ત્યારબાદ 30,000 લેવાના વાયદો કરી ટ્રકો છોડી દીધી હતી. ઇસમ લાંચ આપવા માગતા ન હોવાથી ગોધરા એસીબી પોલીસ મથકે પી.આઈ આર.આર.દેસાઈ તથા તેમની ટીમે ગોધરા બી.એસ.એન.એલ કચેરી પાસે છટકુ ગોઠવ્યું હતુ.
જેમા સામેલ ગુણવંતસિંહ મંગળસિંહ પરમાર અને અન્ય ઇસમોને મોબાપર વાતચીત દરમિયાન ઝડપી પાડ્યા હતા. જેમા મોબાઇલથી વાતચીત કરી અન્ય કર્મચારી ગોવિંદભાઈ ચૌધરીને લાંચના નાણાં આપી દેવા જણાવ્યુ હતું. છટકા દરમિયાન બીટગાર્ડ ચૌધરીએ ફરીયાદી પાસેથી 22.500 રુપિયા તથા 1000 ફરીયાદીના અંગતમાંથી સ્વીકારતા બીટગાર્ડ ગોવિંદભાઈ ચૌધરી ઝડપાઈ ગયા હતા.

આ ગુનામા સામેલ ગુણવંતભાઈ પરમારની તપાસ કરતા બન્ને કર્મચારીઓએ એકબીજાથી મદદથી ગુનો આચરેલો હોવાથી બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ દિવસ પહેલા શહેર પોલીસ મથકના ASI તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ બારીયા દ્વારા બુટલેગર પાસેથી 30,000 રૂપિયાની લાંચ લેતા પકડાઈ જવાની ફરિયાદ નોંધાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap